મુંબઇ,
સંજય દત્ત અને અરશદ વારસી ભેગા મળીને મુન્નાભાઇ એમ.બી.બી.એસ, લગે રહો મુન્નાભાઇ અને ધમાલમાં રૂપેરી પડદે ધમાલ મચાવી છે. બવે આ જોડી ફરી વધુ એક ફિલ્મમાં સાથે જોવા મળવાની છે.
સંજય દત્તે પોતાના સત્તાવાર મીડિયા એકાઉન્ટ પરથી પોતાની ફિલ્મનું પ્રથમ લુક જાહેક કર્યું હતું. હજી સુધી આ ફિલ્મને શિર્ષક આપવામાં આવ્યું નથી. આ ફિલ્મને ૨૦૨૩માં રિલીઝ કરવાની યોજના છે.
સંજય દત્તે મુકેલી તસવીરમાં પોતે સંજય દત્ત અને અરશદ વારસી જેલમાં જોવા મળે છે. સંજય દત્તે લખ્યું છે કે, અમને રૂપેરી પડદે ફરી સાથે જોવા માટે તમારે વધુ રાહ જોવી પડી છે. પરંતુ હવે હું અને મારો ભાઇ અરશદ વારસી ફરી સાથે ફિલ્મમાં જોવા મળવાના છે. આ માટે હું પણ વધુ રાહ જોઇ શકું એમ નથી. ફિલ્મનું નિર્માણ સંજય દત્તનું છે. સંજય દત્તની આ પોસ્ટથી તેના પ્રશંસકો ગેલમાં આવી ગયા છે.