- રસ્તા, પાણી, ગંદકી, બાંધકામ જેવા પ્રશ્ર્નો સ્થાનિક પાલિકાકક્ષા એ ઉદાસીનતા.
- અનેકવાર રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય સાંપડયું.
- છેવટે વડોદરા પ્રાદેશિક કમિશ્ર્નરને કરાયેલી ફરિયાદોના થપ્પા યથાવત.
- છેલ્લા ચાર-ચાર માસથી પડતર પ્રશ્ર્નથી લોકો હેરાન-પરેશાન.
- પ્રાદેશિક કમિશ્ર્નર કયારેય લોક પ્રશ્ર્નો સાંભળતા નથી કે સ્થળ મુલાકાત લેતા ન હોઈ બહેરો વહીવટ.
- વડોદરા બેઠા બેઠા કમિશ્ર્નર માત્ર વાતોના વડા કરતા અસંખ્ય અરજદારોને ધરમધકકા ખાવાનો વારો.
- જો ગોધરા કચેરી સ્થળાંતરિત થાય તો વિલંબથી ય ન્યાય મળવાની આશા.
ગોધરા,
પંચમહાલ જીલ્લાની ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા નગરપાલિકાના પાયાના ગણાતા રસ્તા, ગંદકી અને બાંધકામના પ્રશ્ર્નો ઉકેલવામાં નિષ્ફળ જતા દેખરેખ રાખતી અને જવાબદાર ગણાતી પ્રાદેશિક નિયામક કચેરી વડોદરા નિષ્ફળ નિવડી છે. લોકોના પ્રશ્ર્નો સાંભળવા સ્થળ મુલકાત લેતા નથી કે જીલ્લાક્ષાએ પણ બેઠકનું આયોજન નહીં કરાતા અણધડ અને મનસ્વી વહિવટ સામે અસંખ્ય રજૂઆતકર્તાઓ રોષ વ્યકત કરીને વડોદરાથી ખસેડીને કચેરી ગોધરામાં પુન:સ્થળાંતરિત કરવાની ઉગ્ર માંગ ઊઠી છે.
પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લામાં આવેલી ગોધરા-દાહોદ-લુણાવાડા-હાલોલ-કાલોલ-શહેરા-સંતરામપુર-ઝાલોદ-દે.બારીઆ-બાલાસીનોર સહિતની નગરપાલિકા દ્વારા પાયાની સુવિધા આપવાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડેલી છે. ત્યારે વડોદરા સ્થિત પ્રાદેશિક નિયામક કચેરી દેખરેખ રાખે છે અને જર પડે ત્યાં હસ્તક્ષેપ કરીને માર્ગદર્શન આપવાનંું હોય છે. પરંતુ ગોધરા થી કાર્યરત કરાયેલી નિયામક કચેરી ગણતરીના સમયમાં વડોદરા સ્થળાંતરિત કરાઈ હતી. દિલ્હી થી દૌલતાબાદ જેવા ઘાટ વચ્ચે ગોધરામાં પણ સ્થાનિક રજૂઆતો અંગે સ્ટાફ દ્વારા ધ્યાન નહી આપીને મહિનાઓ સુધી મુશ્કેલીઓ વેઠવી પડતા વિવાદાસ્પદ વહીવટ રહ્યો હતો. તેમ છતાં વડોદરા ખસેડાયા બાદ પણ હોતી હૈ ચલતી હૈ જેવી કાર્યનીતિ જાળવી રાખતા લોકોને વડોદરા સુધીના સમય અને નાણા ખર્ચીને ૨૫૦ કિ.મી. સુધી ધરમધકકા ખાવા પડવાનો વારો આવ્યો છે. પ્રાદેશિક નગરપાલિકા નિયામક કયારેય ગોધરા ફરકતા નથી, લોકોના પ્રશ્ર્નોની પડતર અરજીઓના થપ્પા, સ્થળ મુલાકાત લેવી નહીં, કયારેય બ રજૂઆત માટે સમય ન ફાળવવો, આગોતરી મુલાકાતની જાણકારી ન આપવી જેવા કારણોસર વહિવટ અસંતોષકારક રહેતા લોકોમાં રોષ ભભૂકેલો છે. તાજેતરમાં કમિશ્ર્નરે ગોધરાની લીધેલી ઉડતી મુલાકાત બાદ ગણતરીના સમયમાં રવાના થઈ જતા ઉહાપોહ વ્યાપ્યો હતો. અનેક રઝળપાટ બાદ પોતાના પ્રશ્ર્નોનો નિકાલ નહી આવતા અસંખ્ય રજૂઆતકર્તાઓ જાએ તો જાએ કહાં તેવો કડવો અનુભવ કરી રહ્યા છે. ગોધરા શહેરના બસ સ્ટેન્ડ, ગાંધીચોક, બગીચા રોડ, શહેરા ભાગોળ, ગીદવાણી રોડ, સ્ટેશન રોડ, પોલનબજાર, પેટ્રોલ પંપ, વચલા ઓઢા, ગોન્દ્રા, દાહોદ રોડ, બામરોલી રોડ, ભુરાવાવ, લુણાવાડા રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા પંાચ માસથી બિસ્માર રસ્તાઓનું ચોમાસા બાદ પણ મરામત હાથ નહીં ધરાતા વરસાદી પાણી આમતેમ ફંટાઈને લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. હાલમાં ખખડધજ બનેલા રસ્તાનું નવીનીકરણ નહીં થતાં તાજેતરમાં મુલાકાત સમયે લોકોએ કમિશ્ર્નરને ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, જો કમિશ્ર્નરે બિસ્માર રસ્તાનું ભ્રમણ કર્યુ હોત તો પેટનું પાણી ન હાલનારનંું આ પેટનું પાણી ચોકકસ હાલ્યું હોત. આથી નારાજ મતદારો આગામી ચુંટણીમાં ભાજપા વિદ્ધ કરશે તો જવાબદારી પ્રાદેશિક કમિશ્ર્નર લેશે ખરા તેવા પણ પ્રશ્ર્નાર્થો ઊઠયા હતા. ત્યારબાદ કાલોલ નગરના બસ સ્ટેશ, વૃંદાવન સોસાયટી, એમ.જી.વી.સી.એલ. સામે, ગધેડી ફળીયા, નાકાપર, આંતરિક માર્ગો, ત્રણ ફાણસ, મહાલક્ષ્મી તરફનો રોડ, નગરપાલિકાની બાજુમાં, નવાપુરા પાછળનો રોડ, હનુમાન મંદિર, પરવડી સ્મશાન તરફનો રસ્તા ઉપર દિવસોથી ગંદકીના ઢગલા જોવા મળે છે. પાલિકા દ્વારા નિયમિતપણે સાફસફાઈ કરાતી નથી. ખુદ પાલિકા સભ્યોની રજૂઆત સંદર્ભે પાલિકા ગાંઠતી નહીં હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના લીલેલીરા ઉડાડતા કાલોલ નગરપાલિકા અને પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરના વહીવટ સામે પ્રજા નારાજગી વ્યકત કરી રહી છે. જ્યારે હાલોલ નગરના પ્રવેશદ્વાર એવા વડોદરા અને ગોધરા રોડ સુધીનો રસ્તાઓની જાળવણી પ્રત્યે ઉદાસીનતા સેવવાના પગલે આજે કેડસમા ખાડાખૈયા સર્જાયા છે.
સ્થાનિક રાહદારીઓ તથા પાવાગઢ આવતા યાત્રાળુઓ અને જી.આઈ.ડી.સી. એકમોના ઉચ્ચ અધિકારીઓ આ રસ્તાઓની દુર્દશા જોતા હાલોલ નગરની વિપરીત છાપ મનમાં લઈને જાય છે. નગરપાલિકા દ્વારા લોકપ્રશ્ર્નોના નિકાલ બાબતે ઉદાસીન રહેતા છેવટે ધારાસભ્ય એવા મંત્રી જયદ્રથસિંહ પરમારને રજૂઆત કર્યા બાદ પણ સ્થિતી જૈસે જૈ રહેતા શું હવે પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરને ધોળા દહાડે ભરનિંદ્રામાં પોઢેલાને ઢંઢોળશે ખરા તેમ પ્રજા પૂછી રહી છે. જ્યારે શહેરમાં બસ સ્ટેન્ડ, તળાવ, હોળી ચકલા, વ્યાસવાડા, બજારમાં પણ રસ્તા અને ગંદકીના પ્રશ્ર્ને પાલિકા ઉદાસીન બની છે. આમ જુદા જુદા નગરપાલિકાના પ્રશ્ર્નો ઉકેલવામાં નિષ્ફળ નીવડયા બાદ વડોદરા કચેરીમાં રજૂઆતો બાદ પણ કોઈ ફરક નહીં પડતા પ્રજા વડોદરા કાર્યરત પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર કચેરીથી ફરીથી ગોધરા ખાતે ખસેડવામાં આવે તેવી માંગ છે. કારણ કે જીલ્લાભરની પ્રજા પોતાની રજૂઆતો તો ગોધરા તો કરી શકે અને વિલંબથી ય ન્યાય તો મળશેને.