દાહોદ ચાકલીયાથી લીમડી જતાં રોડ ઉપર દારૂ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઇ જતાં ચાલક ફરાર

દાહોદ,

આઈસર ટેમ્પોમાં કપ ભરેલ પેટીઓ તથા લોખંડની પ્લેટો ભરેલ લાકડાની પેટીઓની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી ચાકલીયાથી લીમડી જતાં રોડે દાંતગઢ ગામે કાળી નદીના પુલ પાસે દારૂ ભરેલ ટેમ્પો પલ્ટી ખાઈ જતાં આઈસર ટેમ્પોનો ચાલક પોતાના કબજાનો ટેમ્પો સ્થળ પર છોડી નાસી જતાં ગાડીનો કલીનર ચાકલીયા પોલિસને હાથે ઝડપાઈ ગયો હતો તેમજ ચાકલીયા પોલિસે પલ્ટી ખાધેલ આઈસર ટેમ્પોમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા રમની રૂપિયા 2 લાખ ઉપરાંતનિ કિંમતની નાની મોટી બોટલ નંગ-492 તથા રૂપિયા 5000નો મોબાઈલ ફોન તથા રૂપિયા 5 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળી રૂપિયા 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂ ભરીને જીજે-17 યુ.યુ-5861 નંબરનો આઈસર ટેમ્પો ચાકલીયાથી લીમડી તરફ જમનાર હોવાની બાતમી ચાકલીયા પોલિસને મળતા ચાકલીયા પોલિસે ચાકલીયાથી લીમડી તરફજતાં રોડ પર દાતગઢ નજીક જરૂરી વોચ ગોઠવી હતી અને વહેલી સવારે પોણા સાત વાગ્યામના સુમારે બાતમીમાં દર્શાવેલ ટેમ્પો દુરથી જોવાતા વોચમાં ઉભેલ પોલિસ રોડ પર આવી ગઈ હતી તેમ છતાં ટેમ્પોના ચાલકે ટેમ્પો ઉભો ન રાખી ચાકલીયાથી લીમડી તરફ જતાં રોડ પર ભગાવી મુકતા ચાકલીયા પોલિસે તે આઈસર ટેમ્પોનો ફિલ્મી ઢબે પીછો કરતા દાંતગઢ ગામે કાળી નદીના પુર પાસે ટેમ્પો અચાનક પલ્ટી ખાઈ જતાં ટેમ્પોનો ચાલક પોતાના કબજોનો ટેમ્પો સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો જ્યારે પોલિસે ટેમ્પોના કલીનર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ગોટીયા ગામના નરેશભાઈ જોસેફભાઈ ડામોર ઉ.વ. 19ની અટક કરી પલ્ટી ખાધેલ આઈસર ટેમ્પોમાં તલાસી લઈ ટેમ્પોમાંથી રોયલ સ્ટેગ ડીલકસ વ્હીસ્કીની 750 મીલીની બોટલ નંગ-132, ઓફીસર્સ ચોઈઝ કલાસીક વ્હીસ્કીની 750 મીલીની બોટલ નંગ-168, ઓલ્ડ મોન્ક, મેચ્યોર્ડ ટ્રીબલ એક્સ ડીલક્સ રમ 750 મીલીની બોટલ નંગ-48, ગ્રીન લેબલ વ્હીસ્કીની 180 મીલીની બોટલ નંગ-144 મળી કુલ રૂપિયા 2,00,520ની કુલ કિંમતની બોટલ નંગ-492 પકડી પાડી, પકડાયેલ કલીનર પાસેથી રૂપિયા 5000ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ, કપ ભરેલ પેટીઓ તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળી રૂા.7,05,520 નો મુદ્દામાલ કબજે લઈ આઈસર ટેમ્પોના ચાલક, કલીનર સહીત કુલ ત્રણ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Don`t copy text!