- જુનિયર ક્લાર્ક નું પેપર લીક થતા પરીક્ષા રદ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું.
- જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં રોષ.
- બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓએ બસ સ્ટેશનના ગેટ આગળ બેસીને વિરોધ કર્યો હતો.
સંજેલી,
નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટનાથી ખળભળાટ મચ્યો છે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી છે. ગુજરાતમાં પેપર લીક થવાનું સિલસિલો યથાવત રહ્યો છે 2014 થી પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળતા નારાજગી જોવા મળી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહેલા અનેક વિદ્યાર્થીઓ પેપર લીક થતા હજારોની સંખ્યામાં અટવાયા હતા 100 થી 200 કિમી દૂર કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓને ધક્કો ખાવાનો વારો આવ્યો હાલ ઠંડી નો મોસમ વિદ્યાર્થીઓ રાતના કડકડ થી ઠંડીમાં ઉઠીને પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીઓ કેન્દ્ર પર પહોંચતા પહેલા જ પેપર લીક થવાની ઘટનાને લઇ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો અને અમુક વિદ્યાર્થીઓ પેપર લીક થવાના કારણે વચ્ચેથી જ પાછા વળી આવ્યા. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ થતાં સંજેલી એસટી બસસ્ટેશન ખાતે વિદ્યાર્થીઓ ધરણા પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો. સંજેલી બસ સ્ટેશન પર પરીક્ષાર્થીઓ એસટી બસ સ્ટેશન ગેટ આગળ બેસીને વિરોધ કર્યો હતો બીજી બાજુ બીજા જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીમાં ભારે નિરાશા છવાઈ હતી અને પ્રભળ વિરોધ પ્રગટ કર્યો હતો.