શહેરાના સુરેલી ગામથી ૧૯ વર્ષીય યુવાનની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર

શહેરા ના સુરેલી ગામ ખાતે ૧૯ વર્ષીય યુવાનની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી યુવાનની લાશ પાણી ભરેલ કુવામાંથી બહાર કાઢી ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

શહેરા તાલુકાના સુરેલી ગામ ખાતે પાણી ભરેલ કુવામાં યુવાનની લાશ ત્યાંથી  પસાર થતા રાહદારીને જોવા મળી હતી. સ્થાનિક ગામના જાગૃત નાગરિક દ્વારા બનેલા બનાવની જાણ પોલીસ મથક ખાતે કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને જરૂરી તપાસ હાથધરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણી ભરેલ કુવામાંથી યુવાનની લાશને બહાર કાઢી ને  પોલીસ દ્વારા  યુવાનની લાશની ઓળખ કરતા સ્થાનિક  ગામના ડુઝેરી ફળિયામાં રહેતા 19વર્ષીય  મિતુલ બારિયાની  હતી. યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે બ્લોક હેલ્થ કચેરી ખાતે લાવવામાં આવી હતી. પોલીસ મથક ખાતે શંકરભાઈ ઉદેસિંહ  બારીયા એ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા