માધવપુરા બેંકના એક હજાર કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ

  • ૮૫ વર્ષીય આરોપી દેવેન્દ્ર પંડ્યા જામીન પર મુક્ત થયા બાદ ૧૦ વર્ષથી ફરાર હતા.

મુંબઇ,

માધવપુરા બેંકના એક હજાર કરોડના કાંડ મામલે ભાગેડુ માધવપુરા બેંકના એમડી દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ કરાઈ છે. ૮૫ વર્ષીય આરોપી દેવેન્દ્ર પંડ્યા જામીન પર મુક્ત થયા બાદ ૧૦ વર્ષથી ફરાર હતા..જેમાં સીઆઇડી ક્રાઇમએ વધુ એક ગુનામાં દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.નોંધનીય છે કે ૫૦ થી વધુ ગુનામાં આ વૃદ્ધ આરોપીની સંડોવણી સામે આવી ચુકી છે.૮૫ વર્ષીય વૃદ્ધ દેવેન્દ્ર પંડ્યાને બેંકના ફ્રોડ કેસમાં સીઆઇડી ક્રાઇમએ ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કઈ વર્ષ ૨૦૦૧માં માધવપુરા બેંકના રોકાણકારો ૧૦૩૦ કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા હતા.જેમાં MD તરીકે દેવેન્દ્ર પંડ્યા હતા.જે તે સમયે સીઆઇડી ક્રાઇમએ ગુનો નોંધી દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી હતી.

વર્ષ ૨૦૧૨માં દેવેન્દ્ર પંડ્યાની શરતી જામીન પર મુક્ત કર્યા હતા.તાજેતરમાં સીઆઇડી ક્રાઇમ યાન પર આવ્યું હતું કે આરોપી દેવેન્દ્ર પંડ્યા વોન્ટેડ થયા છે.જેના આધારે દેવેન્દ્ર પંડ્યાની માહિતી આપનાર ૨૫ હજારનું ઇનામની જાહેરાત કરી હતી..તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે દેવેન્દ્ર પંડ્યા મુંબઈની કાંદિવલીમાં રહે છે ત્યાંથી ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી સીઆઇડી ક્રાઇમ સોંપ્યા છે.

માધવપુરા બેંકના ઠગાઇ કૌભાંડમાં વર્ષ ૨૦૧૬માં અન્ય ફરિયાદો નોંધાઇ હતી જેમાં બેંકના ચેરમેન સહિત હોદ્દેદારો ગેરકાયદે લોન આપી હતી. જેની આશરે ૩૦ કરોડની રકમમાં ઠગાઇ બેંક સાથે કરાઈ હતી જે કેસમાં પાંચથી છ લોકોની ધરપકડ થઈ ચૂકી હતી જેમાં બેંકના એમડી એવા આરોપી વૃદ્ધ દેવેન્દ્ર પંડ્યા સંડોવણી સામે આવી હતી..આમ આરોપી દેવેન્દ્ર પંડ્યા સામે ૮ જેટલા ગુનામાં વોન્ટેડ હતા.જે તમામ કેસમાં સીઆઇડી ક્રાઇમએ ધરપકડ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૦૧માં માધવપુરા મર્ચન્ટાઇલ કો.ઓપરેટીવ બેંકમાંથી ગેરકાયદે રીતે સ્ટોક બ્રોકર કેતન પારેખને કરોડોની લોન આપી હતી..જેમાં લાખો રોકાણકારોના આશરે ૧૦૩૦ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા.જેની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી.સીઆઇડી ક્રાઇમ કેતન પારેખ સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી.

જેમાં કેતન પારેખ ૩૫૦ કરોડથી વધુ રકમ ભરવા શરતી જામીન મળી હતી.જે આરોપી કેતન પારેખ એ દસ વર્ષમાં પૈસા ભર્યા હતા બીજી તરફ બેંક દ્વારા ચેરમેન સહિત હોદ્દેદારો સામે ૧૦૦થી વધુ લેખિત ફરિયાદો કરી હતી.

જેમાં મેનેજિંગ ડિરેકટર દેવેન્દ્ર પંડ્યાની પણ ૫૦ થી વધુ ગુનામાં ધરપકડ કરી જેલ મોકલી આપ્યા હતા..આ પછી દેવેન્દ્ર પંડ્યાને ૨૦૧૨માં જામીન પર મુક્ત કર્યા હતા જે બાદ ફરાર હતા.જેની ફરી એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.આરોપી વૃદ્ધ દેવેન્દ્ર પંડ્યા સામે પોલીસે તપાસ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.જેમાં કોર્ટે રિમાન્ડ ન આપતા દેવેન્દ્ર પંડ્યાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા છે.