રાજકોટ,
મોરબી ઝૂલતા પુલની હોનારતના કેસ અંગે ખુબ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આખરે લાંબા અંતરાલ બાદ આ કેસમાં મોરબી કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, હાલ આ કેસમાં ૯ આરોપીઓ જેલ હવાલે છે. જ્યારે મુખ્ય આરોપી તરીકે તેની સામે આક્ષેપો થઈ રહ્યાં છે તે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ આ કેસમાં ઉમેરાય તેવી શક્યતા છે. ૩૦ મી ઓક્ટોબર ૨૦૨૨માં મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં ૧૦ આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નીપજ્યાં હતાં. મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના નામ અંગે લોકોમાં પણ ચર્ચા છે. હાલ જયસુખ પટેલ ગાયબ છે. આગોતરા જમીન અરજી કરનાર જયસુખ પટેલ હાલ છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
મોરબી ઝૂલતો બ્રિજ તૂટવાના મામલે આજે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાશે. તપાસ અધિકારી પી.એ.ઝાલા ચાર્જશીટ દાખલ કરશે. ઉલ્લેખનીય છેકે, આવતી કાલે આ ઘટનાને ૯૦ દિવસ પુરા થઈ રહ્યાં છે. ચાર્જશીટમાં આ કેસમાં જયસુખ પટેલનું નામ ઉમેરાય તેવી શક્યતા છે.
મોરબીમાં ૩૦ ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત ૨૫મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
મહત્વનું છે કે, ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે મોરબીમા ઝૂલતો બ્રિજ નીચે પડ્યો હતો. બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તમામ લોકો નદીમાં નીચે પડ્યા હતા. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની પર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.