‘પરમા એકાદશી’નું ફળ અશ્વમેઘ યજ્ઞ સમાન

પાંચ રાત્રિનું આ વ્રત કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃધ્ધિ આવે છે

આજે પરમા એકાદશી છે. આ એકાદશીને અધિકમાસ એકાદશી પણ કહેવામાં આવે છે. પરમા એકાદશીના દિવસે વિધિવિધાન પૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે ભકતોને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ તેમના ભકતોની બધી મનોકામના પૂર્ણ કરે છે. પરમા એકાદશી અધિક માસમાં આવતી હોવાથી તેનું મહત્વ અનેકગણુ વધી જાય છે. શાસ્ત્રોમાં પરમા એકાદશીનું ફળ અશ્વમેઘ યજ્ઞ સમાન ગણવામાં આવ્યું છે.

આવી રીતે કરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન

આ વ્રતમાં પાંચ દિવસ સુધી પંચરાત્રિનું વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. ભાવિકો અખંડ શ્રધ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજન-અર્ચન કરે છે. પૂજાવિધિ કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. ઉપરાંત બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ દાન દક્ષિણા પણ અર્પણ કરવામાં આવે છે. આ રીતે વ્રત કરવાથી દરેક કષ્ટો દૂર થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે.

અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પરમા એકાદશીના શુભ દિવસે પણ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃધ્ધિ આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃધ્ધિ આવવાની પણ પ્રાચીન ગ્રંથોમાં જણાવાયું છે પરમા એકાદશી કઠીન વ્રતોમાનું એક વ્રત છે. કેટલાક ભાવિકો આ દિવસે નિર્જળા તો કેટલાક માત્રને માત્ર ભગવાન ચરણામૃત લે છે.