દે.બારીઆ તાલુકાની દિનદયાલ સસ્તા અનાજ દુકાનદારો વિનામુલ્યે જથ્થો આપતા નથી કોણ અપાવશે ?

દે.બારીઆ,

રાજયના 71 લાખથી વધુ એન.એફ.એસ.એ.રેશનકાર્ડ ધારકોની 3.45 કરોડ ગરીબી રેખા તળે આવતી જન સંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામુલ્યેનો અનાજનો જથ્થો જાન્યુઆરી 2023થી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પહેલે નિયમિત વિતરણ શરૂ કરવામાં આવશે. તેની મોટે મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે. પરંતુ તે જાહેર વિજ્ઞાપનો પોકળ સાબિત થઈ રહ્યા છે. દુકાનદારો અંગુઠા પાડ્યા બાદ પણ અનાજ આપતા નથી. દુકાનદારો બારોબાર અનાજનો જથ્થો સગેવગે કરી નાંખતા હોય છે. તેવુ કાર્ડધારકોમાં નિરાશા છે. દુકાનો બંધ રાખીને ધરમના ધકકા ખાવાનો વારો આવ્યો છે. દાળ, અને ખાંડ છેલ્લ ચાર માસથી આવી નથી. તેવા બહાના બતાવાય છે. વિતરણનો અડધો માસ થઈ ગયા બાદ અમુકને દેખાવા પુરતો આપવામાં આવે છે. ફરી દુકાનો ખોલવામાં આવતી નથી. તે માટે કોણ જવાબદાર ? લાગતા વળગતા જિલ્લા અને તાલુકા પુરવઠા અધિકારીઓ ગરીબોનો કોળિયો છીનવાતો હોય તેની રોક પામનાર ક્રોસ ચેટિંગની પ્રક્યિા કયારે શરૂ કરશે તેવુ કાર્ડધારકો પુછી રહ્યા છે.