લુણાવાડા ગામના રાજગઢ ગઢા ગામના 4 આરોપીઓને પોકસો કેસમાં 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

લુણાવાડા,

લુણાવાડા તાલુકાના રાજગઢ ગઢા ગામના ચાર ઈસમો દ્વારા સગીરાનો એકલતાનો લાભ લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી યોૈશ શોષણ કરતા ઈસમો વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ લુણાવાડા સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં ચાર આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

લુણાવાડા તાલુકાના રાજગઢ ગઢા ગામના ચાર આરોપીઓ મહેશ ખેમાભાઈ માલીવાડ, સંજય ભરતભાઈ માલીવાડ, વિક્રમ અમરાભાઈ માલીવાડ, અરવિંદ છગાભાઈ માલીવાડ એ 2020માં લુણાવાડા તાલુકાની સગીરાનો એકલતાનો લાભ લઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી અને સગીરા યોૈન શોષણ કરવાનો ગુનો આચરેલ હોય આ બાબતે લુણાવાડા પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ મહિસાગર એડિ.સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતા સરકારી વકીલ જે.જે.સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો જજ અને એડિ.સેશન્સ જજ મમલાબેન એમ.પટેલ એ આવા ગુનાઓ અટકાવવા માટે સમાજમાં દાખલો બેસે તેવા ચુકાદો આપી ચાર આરોપીઓને પોકસો એકટ હેઠળ 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.