દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ઈસમે વગર લાયસન્સે અને ગેરકાયદેસર નાણાં ધિરધારનો ધંધો કરતાં અને એક વ્યક્તિને રૂા.3 લાખ આપી ચાર વર્ષ સુધી તેની પાસેથી પાંચ ટકા લેખે વ્યાજ વસુલ કરતાં આ સંબંધે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રહેતાં નરેશભાઈ શંકરલાલ બચાણીએ નાણાં ધિરધાર કરવાનું રજીસ્ટ્રેશન નહીં કરાવી અને રજીસ્ટ્રેશન કરાવ્યાં સિવાય ગેરકાયદેસર રીતે વગર નાણાં ધિરધારનો ધંધો કરતો હતો અને વર્ષ 2020 દરમ્યાન પીપલોદ ગામે રહેતાં સાગરકુમાર બાબુભાઈ તીયરને 3 લાખ રૂપીયા પાંચ ટકાના લેખે દરે વ્યાજે આપ્યાં હતાં અને ચાર વર્ષ સુધી પાંચ ટકાના લેખે સાગરકુમાર પાસે વ્યાજ વસુલ કરતાં હતાં. આ સંબંધે સાગરકુમાર બાબુભાઈ તીયર દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે નરેશભાઈ શંકરલાલ બચાણી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.