ઉત્તર પ્રદેશઃ હાથરસ કાંડ બાદ ગોંડામાં ત્રણ દલિત કિશોરીઓ પર એસિડ હુમલો

ઉત્તર પ્રદેશના હાથરસ કાંડ બાદ અહીંના ગોંડા જીલ્લામાં અનુસૂચિત જાતિની ત્રણ બહેનો પર એસિડ નાંખવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણે સગીર ઘાયલ બહેનોને જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ત્રણે બહેનો પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે મોડી રાત્રે બે વાગ્યે આરોપીએ ઘરમાં ચોરી છુપી ઘૂસીને એસિડ હુમલો કર્યો હતો. કિશોરીઓની બૂમ પાડતાની સાથે એમના પિતા રુમમાં આવી પહોંચતા આરોપી ફરાર થઇ ગયો હતો. એસિડ હુમલામાં સૌથી મોટી કિશોરી (ઉંમર વર્ષ 17)ના ચહેરા પર મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. પિતાના જણાવ્યા મુજબ કિશોરીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પીડિત પરિવારે આ હુમલામાં શક જાહેર કર્યો હતો, પરંતુ પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે નજીકની જ કોઇ વ્યક્તિ આ એસિડ હુમલા માટે જવાબદાર હોવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે હાથરસ કાંડમાં પોલીસની કાર્યવાહીને લઇને સવાલ ઉઠી રહ્યા છે. આ કેસમાં યોગી સરકાર પર વિપક્ષના નિશાને આવી ચૂકી છે. એવામાં મહિલાઓ પર વધતા અત્યાચારોના કિસ્સાઓ યુપી સરકાર માટે સમસ્યાનો મુદ્દો બની શકે એવી સંભાવનાઓ છે.