દાહોદ,
દાહોદના ગોવિંદનગર, મંડાવાવ રોડ પર ગતરોજ કોમ્પ્યુટરની એક દુકાનમાં અચાનક આગ લાગતાં આગમાં કોમ્પ્યુટરની દુકાનમાંનો તમામ સામાન બળીને રાખ થઈ જતાં નુકશાન થયાનું જાણવા મળ્યું છે.
ગતરોજ દાહોદ ગોવિંદનગર, મંડાવાવ રોડ પર આવેલ કોમ્પ્યુટરની એક દુકાનમાં અચાનક આગ લાગી હતી અને ગઈકાલે આખો દિવસ સુસવાટા મારતા પવનને કારણે આગ વધુ પ્રસરીને પ્રચંડ બની જતા આસપાસના લોકોએ દુકાન માલીકને ફોન કરી જાણ કરાી હતી તેમજ આગ અંગેલી જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા ફાયરબ્રીગેડના લાશ્કરો ઘટના સ્થળે ફાયર ફાઈટર લઈ દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી ભાગે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાંખી વધુ નુકશાન થતુ અટકાવ્યું હતું આગમાં કોમ્પ્યુટરની દુકાનમાં મૂકેલા ઉપકરણો સંપૂર્ણ બળીને રાખ થઈ ગયા હતા. દુકાનના માલિક બહારગામ ગયેલ હોવાથી આગમાં ચોક્કસ કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી પરંતુ મોટું નુકશાન થયાનું મનાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી પરંતુ આગ શોટસર્કીટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.