દાહોદ,
દાહોદ શહેરના મધ્યમાં કપડાં પ્રેસનું કામ કરી જીવન નિર્વાહ કરતા નારાયણ ભાઈ હીરાલાલ રાજોરા છેલ્લા છ થી સાતેક વર્ષથી દેશના રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવતા રાષ્ટ્રીય ધ્વજ ને ધોવાનો, પ્રેસ કરવાનો અને એને ગઢી કરી ફરકાવવા સુધીની નિ:શુલ્ક સેવા આપનાર નારાયણ ભાઈ રાજોરાને તેની રાષ્ટ્ર પ્રેમ ને ધ્યાને લઈ રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના સેક્રેટરી હીરાલાલ સોલંકીએ પુષ્પમાળા અને પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા હતા.
સન્માન કાર્યક્રમમાં રતનસિંહ બામણિયા, પ્રદીપભાઈ રાઠોડ, ભરતભાઈ કાનોજીયા, નાસિકભાઈ મલિક, બાબુભાઈ સલાટ અને દિલીપભાઈ પરમાર ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.
હું ભારતનો નાગરિક હોઈ, ધ્વજનું સન્માન કરૂ છું, જેના કારણે નિ:શુલ્ક ધ્વજ ને ધોવાનો, પ્રેસ કરવાનો અને ધ્વજને વ્યવસ્થિત ગઢી કરીને થાભલા પર બાંધી આપવાની સેવા છેલ્લા છ થી સાત વર્ષથી કરૂ છુ.