દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ વિવિધ સ્થળોએ ધ્વંજ વંદન કર્યુ

દાહોદ,

દાહોદ જિલ્લામાં 74માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધામધુમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દાહોદના નવા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ દાહોદ તાલુકાનામાં અનેક સ્થળોએ ધ્વજ વંદન સહિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ આ વર્ષે તેઓએ પોતાનો ગણતંત્ર દિવસ વિશેષ રૂપે ઉજવ્યો હતો. પ્રથમ તેઓએ દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતે હાજરી આપી ધ્વંજ વંદન કર્યુ હતું ત્યાર બાદ તેઓએ એમ.પી.એમ.સી. ખાતે જ્યાં તેઓ દાહોદ એ.પી.એમ.સી.ના ચેરમેન પણ છે ત્યાં એપીએમસી ખાતે પણ એ.પી.એમ.સી.ના હોદ્દેદારોની હાજરીમાં ધ્વંજ વંદન કર્યુ હતું. દાહોદ ખાતે ડબગર સમાજ દ્વારા વસંત પંચમીના દિવસે આયોજીત ભગવા રાધાકૃષ્ણનો પાટોત્સવ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં પણ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ હાજરી આપી હતી. ભગવાન શ્રી રાધાકૃષ્ણના દર્શન કરી શૌભાગ્ય પ્રાપ્ત કર્યુ હતું.