
- વિવાદ વધ્યો તો બિહારના મંત્રી આલોક મહેતાએ પોતાના નિવેદનન પર યુટર્ન પણ લીધો મહેતાએ સ્પષ્ટ કર્યું કે તેમણે કોઇ જાતિ પર કોઇ આક્ષેપ કર્યો નથી.
પટણા,
બિહાર સરકારમાં જમીન સુધાર મંત્રી અને મહેસુલ મંત્રી આલોક મહેતા અનામતને સુવર્ણને લઇ વિવાદિત નિવેદન આપ્યું છે. ભાગલપુરમાં એક જાહેરસભા દરમિયાન આલોક મહેતાએ કહ્યું કે દેશમાં ૧૦ ટકા અમાનતવાળા લોકો અંગ્રેજોના દલાલ છે. તેમને અંગ્રેજોએ જતી વખતે સેંકડો જમીન આપી જમીનદાર બનાવી દીધા જયારે મહેનત મજુરી કરનારા આજ સુધી ભૂમિહીન છે.તેમણે સમાજમાં કોઇ સમ્માન મળી રહ્યું નથી જે આ લોકોની વિરૂધ અવાજ ઉઠાવતા હતાં તેમની જુબાન બંધ કરી દેવામાં આવતી હતી.આલોક મહેતા અહીં જ અટકયા નહીં તેમણે આરોપ લગાવ્યો કે અમારા મનમાં રાજનીતિ પ્રત્યે નફરત ભરવામાં આવે છે.જયારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ટીપ્પણી કરતા કહ્યું કે જે લોકોને મંદિરમાં ઘંટડી વગાડવી જોઇએ તે સત્તાની ખુરશી પર બેઠા છે.
આલોક મહેતાએ ભાગલપુરમાં ગોરાડીહ તાલુકાના સાલપુર પંચાયત હેઠળ કાશીલ હટિયા મેદાનમાં એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યાં હતાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે જગદેશ બાબુએ દલિત શોષિત પછાત અને વંચિતોના ઉત્થાનની લડાઇ લડી જેમની ભાગીદારી ૯૦ ટકા છે.તેમણે સમાજમાં કોઇ સમ્માન મળી રહ્યું નથી આજે ૧૦ ટકા અનામત વાળા છે તેમને અંગ્રેજોએ જતા સમયે સેંકડો જમીન આપી જમીનદાર બનાવી દીધા જયારે મહેનત મજદુરી કરનારા આજ સુધી ભૂમિહીન બનેલ છે.
મંત્રીએ આગળ કહ્યું કે જેમને આજે ૧૦ ટકા અનામતમાં ગણવામાં આવે છે તે પહેલા મંદિરમાં ઘંટડી વગાડતા હતાં અને અંગ્રેજોના દલાલ હતાં મંદિરમાં ઘંટડી વગાડનારા લોકો સત્તાની ખુરશી સંભાળી રહ્યાં છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને જોઇ લો અને તમને કહી રહ્યાં છે કે મંદિરમાં જઇ ઘંટડી વગાડો,શું ફકત ઘંટડી વગાડવા માટે આપણે લોકો પેદા થયા છીએ.આપણને હક અને હુકુમ જોઇએ કે નહીં મંત્રી આલોક મહેતાનો ઇશારો મુખ્યમંત્રી યોગી અને આર્થિક આધાર પર મળી રહેલ અનામત(ઇડબ્લ્યુએસ)માં સામેલ લોકો માટે હતો બાદમાં તેમણે જાહેરમાં ઇડબ્લ્યુએસ અનામતની વિરૂધ પણ ટીપ્પણી કરી તેમણે કહ્યું કે ૧૦ ટકા અનામત દલિત અને શોષિત વર્ગ માટે યોગ્ય નથી આવનારા સમયમાં આ અનામત પર ખતરો છે.
દરમિયાન આલોક મહેતાના વિવાદિત નિવેદન પર ભાજપે પણ પલટવારો કર્યો છે.ભાજપ નેતા સંજય જયસવાલે કહ્યું કે આલોક મહેતા આવા નિવેદન આપી બિહારને બદનામ કરવાનું કામ કરી રહ્યાં છે પરંતુ જયારે વિવાદ વયો તો બિહારના મંત્રી આલોક મહેતાએ પોતાના નિવેદનન પર યુટર્ન પણ લીધો મહેતાએ સ્પષ્ટ કર્યું કે તેમણે કોઇ જાતિ પર કોઇ આક્ષેપ કર્યો નથી.