પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એેટોનીના પુત્ર અનિલ એંટનીએ કોગ્રેસમાથી રાજીનામુ આપ્યું

નવીદિલ્હી,

વરિષ્ઠ કોગ્રેસના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એંટનીના પુત્ર અનીલ એંટનીએ કોગ્રેસમાથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે ટ્વીટર પર પોાતાના રાજીનામાની જાહેરાત કરતા લખ્યુ હતુ કે, મેં કોગ્રેસ અને કેરલ કોગ્રેસમાં પોતાના પદ પરથી રાજીનામુ આદી દિધુ છે. જે લોકો અભવ્યક્તિની આઝાદીની લડાઇ લડી રહ્યા છે. તે મારા એક ટ્વીટરને લઇને અસહિષ્ણુ થઇ ગયા છે. મેં મારા ફેસબુક વોલ પર નફરત અને અભદ્ર ભાષાનો ઇનકાર કરી દિધો હતો. અને પ્રેમને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. અનિલ એંટોનીએ પોતાના રાજીનામુ શેયર કર્યુ છે. જેમા તેમણે લખ્યુ હતુ કે, કાલે જે ઘટના બની હતી. મને લાગે છે .મારા માટે તે સારુ રહેશે કે, કોગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપી દવ. હું કોગ્રેસ પ્રદેશના કમેટી ડિજિટલ મીડિયા અને ડિજિટલ કોમ્યનિકેશન સેલથી રાજીનામુ આપુ છુ. કૃપા મારો રાજીનામાનો સ્વીકાર કરો.હુ દરેક લોકોનો આભાર માનુ છુ.

અનિલ એંટનીએ પોતાના પત્રમાં કોગ્રેસ નેતા શશી થરૂરનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ છે કે, મે શશી થરૂરની સાથે સાથે તમામ પાર્ટીના કાર્યકર્તાઓનો પણ આભાર માનુ છુ. દિલથી મારુ સમર્થન કર્યુ છે. અને મારુ માર્ગદર્શન કર્યુ હતુ. મને પુરો વિશ્ર્વાસ છે હુ મારી ક્ષમતાઓથી પાર્ટીને ઘણા પ્રકારનુ યોગદાન આપી શક્તો હતો .પરંતુ હવે સમજી ગયો છુ કે, તમે અને મતારા ચાપલુસોની મંડળી, ફક્ત ચાપલુસો સાથે કામ કરવા માગે છે. પરંતુ હુ આ પ્રકારની વાતોનો ક્યારેય સમર્થન નથી કરતો.