આજે 15 વર્ષના અંતરાલ બાદ એક મહત્વની ખગોળીય ઘટના બનશે. જે મુજબ સુર્ય-પૃથ્વી અને મંગળ એક રેખામાં આવશે. જેના કારણે મંગળ પૃથ્વીથી વધુ નજીક દેખાશે.
જયોતિષ સંશોધક અને એસ્ટ્રોલોજી તેમજ વિજ્ઞાન રિસર્ચ પુસ્તકના લેખક ગુરમીત બંદીએ જણાવ્યું છે કે અદભુત વાત એ છે કે આજે મંગળ સુર્યની વિપરિત દિશામાં હશે. અને પૃથ્વી સીધી મંગળ અને સુર્યની વચ્ચે એક રેખામાં હશે.
આ નજારો જોવાનું જે ચુકી ગયા તેમને આવો નજારો 15 વર્ષ પછી એટલે કે 11 સપ્ટેમ્બર ર03પ ના રોજ જોવા મળશે. આજે મંગળ ગ્રહને સુર્યાસ્ત સમયે પુર્વમાં લાલઘુમ તારાના સ્વરૂપમાં જોવા નરી આંખે જોવા મળશે. જેમની પાસે શકિતશાળી ટેલિસ્કોપ હશે તે મંગળની સપાટીની ઝલક પણ પામી શકશે.