સાગટાળા આઉટ પોસ્ટ પોલીસ ચોકીની હદમાનો બુટલેગર ભીખા રાઠવા અમદાવાદની હદમાં પકડાયો પણ તેના ગુરખા પાંજરે પુરાશે ખરા ?

દે.બારીઆ,

દે.બારીઆ તાલુકાના પાચીયાસાળ ગામે ગત તા.10 જાન્યુ.2023ના રોજ રાત્રે લગભગ 10.30ના સમયે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમ વોચ માટે ઉભી હતી તે સમયે ફોર વ્હિલર ગાડીમાં વિદેશી દારૂ લઈને આવતો એમ.પી અને ગુજરાતની સ્થાનિક બોર્ડરનો ભીખા રાઠવા અને તેના લગભગ 23 જેટલા ગુરખાઓ દ્વારા વીજીલન્સની ટીમ ઉપર બાર બોરની બંદુકથી ફાયરીંગ કર્યુ હતુ. અને તેના ગુરખાઓ મારક હથિયારો સાથે ગેરકાનુની મંડળી બનાવીને પોલીસ પર હુમલો કર્યો હતો.આ ધટનાથી ગુજરાતની પોલીસ ઉપર લાંછન લાગી ગયુ છે. ગુજરાતની બાહોસ પોલીસ ઉપર એક નાનકડા ગામમાં ફાયરીંગની ધટનાનો પ્રથમ ધટના દે.બારીઆ તાલુકાની હશે બિહાર રાજયનો જંગલ રાજની ધટનાનુ રૂપાંતર થયુ છે કે શુ? તેવુ આમ જનતામાં ચર્ચાઈ રહ્યુ છે.

ગાંધીનગર વીજીલન્સ ટીમ શુ કુખ્યાત બુટલેગર અને પાચીયાસાળનો ધટનાનો મુખ્ય આરોપી ભીખા હેમસીંગ રાઠવા સામે અમદાવાદની હદ આવશે અને તેને અમે આરામથી ઝડપી લઈશુ એ પણ એકલો ધટનાના સમયે 23 જેટલા ગુરખાઓ હતા ત્યાં કયા ગયા આ વાત જનતાને ગળે ઉતરતી નથી. ધટના પછી સતત તેના આશય સ્થાનો તથા બોર્ડરના પેલી પાર એમ.પી.માં છાયા ઉપર છાપા માર્યા હતા તો પણ સુત્રધાર શુ તેનો એકપણ ગુરખો હાથ લાગ્યો ન હતો. અને પંદર દિવસ બાદ અમદાવાદ જઈને કેમ સામે હાથે લાગે કેમ સાગટાળા અથવા તાલુકાની પોલીસ ચોકીમાં હાજર ન થયો તે મોટો સવાલ ઉપસ્થિત થવા પામ્યો છે.ભીખા રાઠવા જે સાગટાળા પોલીસ ચોકીની હદમાં આવતો પાચીયાસાળ અને મીઠીબોર તા.છોટાઉદેપુરનો રહેવાસી છે ત્યાં મઘ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરનો વિસ્તાર હોવાથી આસાનીથી એમ.પી.માંથી મોટાપાયે વિદેશી દારૂ ધુસાડવામાં આવતુ હોય છે. આનાથી પોલીસ અજાણ તો નહિ હોય તે નકકર હકીકત છે. બોર્ડરનો વિસ્તાર વિદેશી દારૂની હેરાફેરીનો હબ છે. ખેપિયાને છોડાવી લાવ્યો હતો એ પણ બંદુકની અણી ઉપર તેવુ દારૂ વેચનારાઓમાં ચર્ચાઈ રહ્યુ છે. જો પહેલા ધટના દાબી હોત તો આ ફાયરીંગ શરમજનક ધટના ન બની હોત. ચાલો આખરે ચોર-પોલીસના ખેલમાં ગુનેગર કસ્ટડીમાં તો લેવાયો પણ તેના 23 જેટલા પાછળથી પોલીસ ઉપર હુમલામાં સામેલ કયા છે જિલ્લા અને તાલુકાની બાહોસ પોલીસ ઉપર શરમજનક ધટનાને 15 દિવસ વિતવા છતાં પોલીસના સકંજામાં કેમ આવતા નથી. 23 જેટલા ગુરખાઓને ધરતી તો ગળી ગઈ નહિ હોય ને કે પછી ચોર-પોલીસનો ખેલો થઈ રહ્યો છે ?