ઝાલોદ તાલુકાના માછણડેમમા નાહવા પડેલ વિદ્યાર્થીનું ડુબી જવાથી મોત નીપજ્યું : ત્રણ દિવસ પછી લાશ મળી

માછણડેમ માંથી ત્રણ દિવસ લાશ મળતા તેની બોડી પોસ્ટ મોર્ટમ માટે લીમડી સી.એચ.સી ખાતે લાવવામાં આવી

છેલ્લા ત્રણ દિવસથી ઝાલોદ તાલુકાના માછણડેમમાં નાહવા ગયેલ યુવક ડૂબી જતાં તેની મોતના સમાચાર મળેલ છે તેમજ તેની ડેડબોડી પણ મળી ગયેલ છે. આ ડેડબોડીને લીમડી સી.એચ.સી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ ગયેલ છે.

માછણડેમમા ન્હાવા ગયેલ વિદ્યાર્થીનુ ડુબી જવાથી મોત નીપજ્યું.આઇ પી મીશન હાઇસ્કુલનો વિદ્યાર્થી ત્રણ દિવસ પહેલા ચણાસર ગામે ડેમ ઉપર મિત્રો સાથે ફરવા ગયો હતો.ધોરણ 10મા અભ્યાસ કરતો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું.યશ નામનો વિધાથી ગઈ કાલેત્રણ દિવસ પહેલા ઉડા પાણીમા ડૂબી ગયો હતો .NDRF બરોડાની ટીમ દ્વારા ભારી જહેમતે તેની લાશ ડેમના ઉંડા પાણી માથી કાઢવામાં સફળતા મેળવી હતી. NDRF ટીમ પણ વિધાથીના મૃતદેહને શોધવામા જોડાઇ હતી અને ડીપ ડાઇવ સેટ, અંડર વોટર સચીગ કેમેરા સહીતની મદદ લેવાઇ હતી. પોલીસ સતત કાર્ય કાર્યશીલ રહેતા તેમને ડેડબોડી બહાર લાવવામાં સફળતા મળી હતી.