- ઉર્મિલાએ માત્ર ૩ વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનુ શરુ કરી દીધુ હતુ.
શ્રીનગર,
કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચી છે. જે આજે જમ્મુ કાશ્મીરના નગરોટાના સિટની બાયપાસથી શરુ થઈ. આ દરમિયાન ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે પણ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો હાથ પકડીને ચાલતી જોવા મળી. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી હાફ ટી શર્ટમાં જોવા મળ્યા. ભારત જોડો યાત્રાને ગણાવી સામાજિક ભારત જોડો યાત્રાને ગણાવી સામાજિક ભારત જોડો યાત્રામાં જોડાતા પહેલા ઉર્મિલાએ એક વીડિયો પણ શેર કર્યો અને કહ્યુ કે તે કડકડતી ઠંડીમાં જમ્મુથી વાત કરી રહી છે. ટૂંક સમયમાં હું રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થવાની છુ. એક વ્યક્તિ, એક પક્ષ, થોડા લોકો સાથે આ યાત્રા ખૂબ જ ઉત્સાહથી આગળ વધી. એક ભાવના સાથે ભારત જોડો યાત્રા આગળ વધી છે. આ ભાવનાનુ નામ ભારતીયતા છે. તેમાં ઘણો પ્રેમ, ત્યાગ, વિશ્ર્વાસ, ભાઈચારો અને સંપ છે. આ ભારતીયતા આપણને બધાને જોડીને રાખે છે. મને લાગે છે કે દુનિયા પ્રેમ અને સંવાદિતા પર ચાલે છે, ભય પર નહીં. મારા માટે આ મુલાકાતનુ મૂલ્ય રાજકીય કરતા સામાજિક વધુ છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે ઉર્મિલા માંતોડકર જમ્મુ-કાશ્મીરની વહુ પણ છે. તેણે કાશ્મીરી બિઝનેસમેન અને મોડલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા છે. ઉર્મિલાએ ૩ માર્ચ ૨૦૧૬ના રોજ મોહસીન સાથે લગ્ન કર્યા હતા. મોહસીન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. તે અવારનવાર ઉર્મિલા સાથેની પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. ઉર્મિલાએ માત્ર ૩ વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનુ શરુ કરી દીધુ હતુ. તેણે બીઆર ચોપરાની કર્મા ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળી.
એક પુખ્ત અભિનેત્રી તરીકે, તેણે ૧૯૮૯માં કમલ હાસન સાથે મલયાલમ ફિલ્મ ચાણક્ય કરી હતી. આ પછી તેણે નરસિમ્હા ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. ઉર્મિલાએ રંગીલા, પિંજર, જંગલ, મસ્ત, કૌન, જાનમ સમજા કરો, સત્ય જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. ઉર્મિલાની રાજકીય સફર ઉર્મિલાની રાજકીય સફર ઉર્મિલા છેલ્લા અમુક સમયથી રાજકારણમાં સક્રિય છે. તે ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ કોંગ્રેસમાં જોડાઈ હતી. તે મુંબઈ ઉત્તરથી લોક્સભાની ચૂંટણી પણ લડી હતી પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ તેણે પાર્ટી પર આંતરિક રાજકારણનો આરોપ લગાવીને રાજીનામુ આપ્યુ હતુ. આ પછી ડિસેમ્બર ૨૦૨૦માં ઉર્મિલાએ શિવસેનાનો હાથ પકડ્યો હતો. તે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ હતી.