નવીદિલ્હી,
જો તમે ૭૪માં ગણતંત્ર દિવસની પરેડને નજીકથી જોવા માંગો છો, તો તમે માત્ર ૨૦ રૂપિયામાં આ સપનું પૂરું કરી શકો છો. હા, તમે સરકારની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકો છો. આ સિવાય ઓફલાઈન સેન્ટરો પર પણ ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. આ પરેડ જોવા માટે તમામ રાજ્યોમાંથી લોકો પહોંચે છે. આ ઉપરાંત વિદેશીઓ પણ તેનો ભાગ બને છે. જો તમે ગણતંત્ર દિવસની પરેડ જોવા માંગો છો, તો તમે માત્ર ૨૦ રૂપિયામાં ટિકિટ પણ ખરીદી શકો છો.આ માટે તમારે આ વેબસાઇટ (www.aaamantran.mod.gov.in) ની મુલાકાત લેવાની રહેશે. અહીં તમારે લોગ ઈન કર્યા પછી નામ, સરનામું અને અન્ય માહિતી દાખલ કરવાની રહેશે.
૨૬ જાન્યુઆરીએ પરેડ જોવા લોકો આતુર છે. આ માટે શાસ્ત્રી ભવનની બહાર લોકોની લાંબી ક્તારો જોવા મળી રહી છે. લોકો સવારના ૫ વાગ્યાથી ટિકિટ ખરીદવા માટે ક્તાર લગાવવા લાગ્યા હતા અને તેમના નંબરની રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે અહીં ૨૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીની ટિકિટ ઉપલબ્ધ છે. ઘણા લોકો ઓનલાઈન ટિકિટ ખરીદી શક્યા ન હતા. જેના કારણે લોકોએ ત્યાં જઈને ટિકિટ ખરીદી હતી.
આ વર્ષે, મહિલા સશક્તિકરણની થીમ પર એક ઝાંખી તૈયાર કરવાનો પ્રસ્તાવ સાહિત્ય કલા પરિષદને આપવામાં આવ્યો હતો, પરંતુ સમિતિએ થીમને મંજૂરી આપી ન હતી અને તેને રદ કરી હતી. આ સતત બીજું વર્ષ છે જ્યારે દિલ્હીની ઝાંખી પરેડમાં નહીં હોય. ગયા વર્ષે દિલ્હી સરકાર દ્વારા ’દિલ્હી: સિટી ઑફ હોપ્સ’ એટલે કે ’સિટી ઑફ હોપ’ની થીમ પર એક ઝાંખી બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે પણ મંજૂર થઈ શક્યો નહોતો.
દિલ્હીની ઝાંખી છેલ્લે વર્ષ ૨૦૨૧માં રાજપથ પર જોવા મળી હતી, જેની થીમ શાહજહાનાબાદ શહેર પર આધારિત હતી. તેમાં ચાંદની ચોકના પુન:વિકાસ મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આર્કિટેક્ચરલ હેરિટેજને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આનાથી દિલ્હીના લોકો નિરાશ થયા હતા.