આપ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે : સંદિપ પાઠક

શ્રીનગર,

આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે, આપ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદિપ પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના જમ્મુ અને કાશ્મીર ચૂંટણી પ્રભારી ઈમરાન હુસૈન તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટીના એકમના પદાધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકને સંબોધતા રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા અને પંચાયતની ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીને મજબૂત કરવા સ્થાનિક નેતાઓને અપાઈ સૂચના સંદીપ પાઠકે ના જમ્મુ અને કાશ્મીર એકમના નેતૃત્વને દરેક નગર અને ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પાયાને મજબૂત કરવા માટેના પ્રયત્નો વધારવા જણાવ્યું હતું. આ સાથે સંદીપ પાઠકે કેન્દ્રશાસિત પ્રદેશને લઈને આપના કાર્ય અને માળખાકીય વિકાસની પણ સમીક્ષા કરી હતી. બેઠકમાં ચૂંટણીને લઈને થઇ ચર્ચા આપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના આપ નેતૃત્વને અગાઉ બોલાવવામાં આવેલી પાર્ટીની પ્રવૃત્તિઓ અનેપાયાના સ્તરે પાર્ટીને મજબૂત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર કેડરની આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી ચૂંટણીઓ માટેની ચૂંટણી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વિધાનસભા ચૂંટણીઓ, પંચાયત ચૂંટણીઓ અને મ્યુનિસિપલ ચૂંટણીઓ પર મુખ્ય ભાર મૂકીને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં અનેક નેતાઓએ ભાગ લીધો એક નિવેદનમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બેઠકમાં આપના પ્રમુખો અને વિવિધ સમિતિઓના સહ-પ્રમુખો અને આમ આદમી પાર્ટીના જમ્મુ અને કાશ્મીર એકમના તમામ જિલ્લા પ્રમુખોએ હાજરી આપી હતી.