વડાપ્રધાન મોદી પર બનેલી ડૉક્યુમેન્ટ્રી હૈદરાબાદ યુનિવસટીમાં બતાવાઈ, અધિકારીઓએ તપાસ શરુ કરી

હૈદરાબાદ,

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવસટી(એચસીયુ)ના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગનુ સોમવારે આયોજન કર્યુ. નોંધનીય છે કે પીએમ મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટ્રી પર ભારત સરકારે મોટુ પગલુ લીધુ છે. સરકારે આ ડૉક્યુમેન્ટ્રીના ટ્વિટર અને યુટ્યુબ લિંક વીડિયો બ્લૉક કરી દીધા છે. ટ્વિટર અને યુટ્યુબમાંથી આ વીડિયો અને લિંક હટાવી દેવાયા છે. તેમછતાં હૈદરાબાદ યુનિવસટીમાં આ ડૉક્યુમેન્ટ્રી બતાવવામાં આવી.

સ્ટુડન્ટ ઈસ્લામિક ઑર્ગેનાઈઝેશથી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવસટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસી તરફથી બનાવવામાં આવેલ ડૉક્યુમેન્ટ્રીનુ આયોજન કરવામાં આવ્યુ. આ સમૂહોના ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગમાં ભાગ લીધો. યુનિવસટીના છાત્રોને ડૉક્યુમેન્ટ્રી બતાવાયાની ફરિયાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)એ અધિકારીઓને કરી છે. ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓએ તપાસ શરુ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે બીબીસીએ ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ નામની બે ભાગની ડૉક્યુમેન્ટ્રી સીરિઝ બનાવી છે. આ સીરિઝ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત છે. શનિવાર, ૨૧ જાન્યુઆરીના રોજ, ભારત સરકારે આ ડૉક્યુમેન્ટરી સીરિઝના ટ્વીટ અને યુટ્યુબ લિંક વીડિયોને બ્લૉક કરી દીધા છે. ૨૩મી જાન્યુઆરીએ હૈદરાબાદ યુનિવસટીમાં આ ડૉક્યુમેન્ટ્રી સીરિઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ અંગે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. એબીવીપીના કાર્યકરોએ અધિકારીઓને જણાવ્યુ કે યુનિવસટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ બીબીસીની ડૉક્યુમેન્ટરી જોઈ. પોલીસે લેખિત ફરિયાદની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. આ સંદર્ભે, યુનિવસટી પ્રશાસને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે તેઓ ફરિયાદના આધારે અહેવાલની રાહ જોઈ રહ્યા છે.

સુરક્ષા વિભાગના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ વિદ્યાર્થી સંઘે કંઈપણ ‘ગેરકાયદે કે ખોટુ’ કર્યાનો ઈનકાર કર્યો છે. વળી, ગાછીબૌલી પોલીસના જણાવ્યા મુજબ સ્ક્રીનીંગને લઈને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ઉલ્લેખનીય છે કે બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણો પર આધારિત છે. આ ડૉક્યુમેન્ટરીએ ભારતમાં વિવાદ ઉભો કર્યો હતો અને કેન્દ્રની ફરિયાદ બાદ યુટ્યુબ અને ટ્વિટર પર તેને બ્લૉક કરી દેવામાં આવી હતી. વળી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા આ ડૉક્યુમેન્ટરીને ખોટા નરેટીવ અને પ્રચારનો ભાગ માત્ર કહેવામાં આવી હતી. પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો?