વોશિગ્ટન,
અમેરિકા એવું રોકેટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જે માત્ર ૪૫ દિવસમાં મંગળ ગ્રહ પર પહોંચી જશે. હાલ મંગળ ગ્રહ પર રોકેટને પહોંચવામાં એક વર્ષનો સમય લાગે છે. નાસાએ માત્ર ૪૫ દિવસમાં સ્પેસક્રાટ અથવા માનવને મંગળ સુધી પહોંચાડતા પરમાણુ ઈંધણથી ઉડતા રોકેટ બનાવવાની યોજના બનાવી છે.
માં બે સિસ્ટમ છે. પ્રથમ ન્યૂકિલયર થર્મલ પ્રોગ્રામ અને બીજી ન્યૂકિલયર ઈલેકિટ્રક પ્રોગ્રામ… આ બંને પ્રોગ્રામ એવા છે જે હાલ ગણિત મુજબ ૧૦૦ દિવસમાં ધરતીથી મંગળ સુધી જઈ સકાશે. જોકે ભવિષ્યમાં આ અંતરને ઘટાડી ૪૫ દિવસ કરી શકાય છે. આ યોજના માટે નાસાએ નવો પ્રોગ્રામ શ કયુ છે, જેનું નામ નાસા ઈનોવેટિવ એડવાંસ્ડ કોન્સેપ્ટ (એનઆઇએસી) છે. આ પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં નાસા ન્યૂકિલયર રોકેટ બનાવશે.
નાસાનું કહેવું છે કે, તે વેવ રોટર ટોપિંગ સાઈકલની મદદથી ચાલતા ન્યૂકિલયર પાવર્ડ રોકેટ બનાવશે, જે માત્ર ૪૫ દિવસમાં મંગળ સુધી પહોંચી જશે. યૂનિવસટી ઓફ લોરિડામાં હાઈપરસોનિક્સ પ્રોગ્રામ એરિયાના વડા પ્રો.રયાન ગોસે જણાવ્યું કે, જો આ યોજના સફલ થશે તો તે અવકાશ મિશનની દુનિયામાં એક ચમત્કાર હશે. જોકે આ રોકેટ બનાવવામાં ઘણુ મગજ વાપરવું પડશે અને ટેકનોલોજી અને નાણાંની પણ જર પડશે.