પાકિસ્તાન એક એક પૈસા માટે મોહતાજ રેલ ભાડુ મોંધુ થયું,ટ્રેનની એક ટિકિટનો ભાવ ૧૦ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો

  • પાકિસ્તાનના રેલવ વિભાગના કર્મચારીઓને તેામના નિયત પગાર અને ભથ્થા પણ મળી રહ્યાં નથી.

ઇસ્લામબાદ,

દેવામાં ડુહેલ પાકિસ્તાન એક એક પૈસા માટે મોહતાજ થઇ ગયું છે.સ્થિતિ એ છે કે લોટ માટે લડાઇ,વિજળીનું સંકટ,મોંધા પેટ્રોલના ભાવનો આધાત પાકિસ્તાની પ્રજા સહન કરી રહી છે આ અપુરતુ હોય તેમ હવે ટ્રેનના ભાડાએ પાકિસ્તાનની કમર તોડી નાખી છે.રેલનું સફળ મોંધુ થઇ ગયું છે.જેમ તેમ અહીં તહી પાકિસ્તાન પૈસા જોડી દેશ ચલાવવા માટે મજબુર થઇ ગયું છે.સ્થિતિ એ છે કે હવે એક ટિકિટની કીમત ૧૦ હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે.

હાલના સમયે પાકિસ્તાનની સ્થિતિ સારી નથી મૂળભૂત જરૂરીયાતો પણ પાકિસ્તાનીઓને નસીબ થઇ રહી નથી દેશની સરકાર ફકત આરોપ અને પ્રત્યારોપમાં લાગી છે. હવે ખજાનામાં ધન પણ નથી તો ફકત જુબાન ચલાવવાથી કંઇ થશે નહીં આ વાત હવે પાકિસ્તાનની જનતાને પણ સમજમાં આવી ગઇ છે.પાકિસ્તાની શહેબાજ શરીફ સરકાર આથક તંગીનો સામનો કરવા માટે દરેક ક્ષેત્રમાં પૈસામાં વધારો કરી રહી છે.

તાજેતરના દિવસોમાં પાકિસ્તાન વિજળી વિભાગે વિજળીના ભાવમાં વધારો કર્યો છે ત્યારે હવે પાકિસ્તાનના રેલ મંત્રાલયે દેશની વિશેષ ટ્રેનના ભાડામાં ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે સસ્તા માલ માટે જાણીતી ચીનથી પાકિસ્તાને ટ્રેન મંગાવી છે. પાકિસ્તાને ચીનથી બનેલ આવેલ આ ગ્રીનલાઇન એકસપ્રેસ ટ્રેનની સેવા ગત મહીને ૨૦ ડિસેમ્બરથી જ બહાલી કરવાનો નિર્ણય કર્યો હતો.જો કે આર્થિક તંગીને કારણે સરકારે હવે નિર્ણય કર્યો છે કે તે ૨૭ જાન્યુઆરીથી શરૂ કરશે આ ગ્રીનલાઇન એકસપ્રેસ ટ્રેન ઇસ્લામાબાદ અને કરાંચીની વચ્ચે ચાલનાર છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે ગ્રીન લાઇન ટ્રેનના ભાડામાં ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે આ વધારો કરી યાત્રીઓના ખિસ્સાથી પૈસા કાઢી પોતાના ખજાનામાં ભરવાની ઇચ્છા પાકિસ્તાની સરકાર રાખી રહી છે.

ગ્રીન લાઇન એકસપ્રેસ ટ્રેનમાં બે એસી પાર્લર પાંચ એસી બિઝનેસ,૬ એસી સ્ટૈંડર્ડ અને ચારથી પાંચ ઇકોનોમી કલાસના કોચ છે.પાકિસ્તાન રેલવેએ રાવલપિંડીથી કરાંચી સુધી ગ્રીન લાઇન ટ્રેનનું ઇકોનોમી કલાસ ટિકિટ વધારી ૪૦૦૦ રૂપિયા કરી દીધા છે.જયારે કરાંચીથી રાવલપિડી માટે એસી માનક ટિકિટ તો વધારી ૮૦૦૦ રૂપિયા નિર્ધારિત કરી દીધા છે જો કે પાકિસ્તાની યાત્રીકો માટે ખુબ મોટી રકમ છે.

આ રીતે કરાંચીથી રાવલપિંડી સુધી બિઝનેસ કલાસનું ભાડુ વધારી ૧૦,૦૦૦ અને લાહૌર કરાંચીથી ૯,૫૦૦ કરી દેવામાં આવ્યા છે.આ પહેલા રેલવેથી સંબંધિત અધિકારી ખ્વાજા સાદ રફીકે લાહોરથી કરાંચી સુધી ગ્રીન લાઇનની યાત્રા સમયને ધટાડી ૨૦ કલાકથી ઓછી કરવાનો નિર્દેશ આપ્યો જેથી નેશનલ રેલવેમાં યાત્રીકોનો વિશ્ર્વાસ બહાલ થશે હાલના સમયે પાકિસ્તાન પર ૧૦૦ અબજ ડોલરનું દેવુ છે. પાકિસ્તાનના રેલવ વિભાગના કર્મચારીઓને તેામના નિયત પગાર અને ભથ્થા પણ મળી રહ્યાં નથી આ સાથે જ ગત એક વર્ષમાં સેવાનિવૃત અનેક કર્મચારીઓ માટે ગ્રેજયુએટીના રૂપમાં લગભગ ૨૫ અબજ રૂપિયાની દેનદારી બાકી છે.સ્થિતિ એ હવે બગડી ચુકી છે કે કર્મચારીઓને ૨૦-૨૫ દિવસો બાદ પણ તેમનો પગાર મળી રહ્યો નથી અને ગત મહીનાનો પગાર પણ અટકેલો છે.વડાપ્રધાન શહબાજ શરીફ સતત પડોસી દેશ ચીન અને સાઉદી અરબથી લોન માંગી રહ્યાં છે.