કોરિયન મોબાઈલ નિર્માતા કંપની Samsung ઘણી જલ્દી Galaxy A42 5G લોન્ચ કરનારી છે. આ ફોન વિશે છેલ્લા ઘણા દિવસથી ટીઝર આવી રહ્યા છે. 4 રિયર કેમેરા સિવાય તેના ફીચર્સને મોબાઈલ પ્રેમીઓની વચ્ચે એક ઉત્સુક્તા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. તો આવો જાણીએ આ ફોન સાથે જોડાયેલ ફીચર્સ.
એન્ડ્રોયડ 11ની સાથે 4 રિયર કેમેરાની મજા
મળતી માહિતી પ્રમાણે નવા Smasung Galaxy A42 5G એન્ડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમની સાથે લોન્ચ કરી શકાય છે. આ ફોનમાં 4 રિયર કેમેરા છે. ફોટો અને વીડિયો માટે 5 megapixel નો ક્વાડ રિયર કેમરા પણ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં 8 megapixel અલ્ટ્રા-વાઈડ લેન્, 5 megapixel ડેપ્થ સેન્સર અને 5 megapixel મેક્રો લેન્સ આપવામાં આવશે. Samsung ગેલેક્સી A42 માં 6.6 ઈંચ HD+ સુપર એમોલેડ ઈનફિનિયી-યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે.
બેટરી હશે દમદાર
આ નવા Galaxy A42 5G માં બેટરી લાઈફનું ધ્યાન પણ રાખવામાં આવ્યુ છે. નવા સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે જે 15 વાટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
શું હશે કિંમત?
નિષ્ણાંતોનુ કહેવુ છે કે, SamSung એ આ નવા સ્માર્ટફોનને જર્મનીથી લોન્ચ કરવાનું મન બનાવ્યું છે. જર્મનીમાં આ નવા ફોનની કિંમત 369 યૂરો હોવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. એટલે, આ હિસાબથી ભારતમાં આ નવા Samsung ગેલેક્સી A42 5G ની કિંમત લગભગ 31,800 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.