હાલોલ,
હાલોલના કંજરી ગામે ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 5 જુગારીયાઓને 11,370/-રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના કંજરી ગામે ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન પ્રવિણ ઉર્ફે કાંતિ પરમાર, સુનીલ ઉર્ફે સુનીયો નાયક, મહેન્દ્રસિંહ મહિત પુવાર, રાજુભાઈ ઉર્ફે કાચલો રાવલ, મેલાભાઈ ઉદેસિંહ પરમારને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓ પાસેથથી દાવ ઉપર મુકેલ અંગઝડતીમાં કુલ 11,370/-રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી હતી.