કાલોલ,
2002ા કોમી તોફાનોમાં કાલોલના દેલોલ ગામે થયેલ રાયોટિંગ હત્યાના ગુનામાં હાલોલ સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
2002ના વર્ષમાં કોમી તોફાનોમાં કાલોલના દેલોલ ગામ પણ તોફાનો થયા હતા. આ તોફાનો માટે કાલોલ પોલીસ મથકે 19 આરોપીઓ સામે રાયોટિંગ હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ હાલોલ એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિકટ કોર્ટના ચોથા જજ સમક્ષ ચાલી રહ્યો હતો આ ફરિયાદમાં નોંધવામાં આવેલ મુદ્દાઓ પુરવાર નહિ થતાં તેમજ પુરાવાના અભાવે કોર્ટ દ્વારા 19 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. રાયોટિગ અને હત્યાના ગુનામાં 19 આરોપીઓ પૈકી પાંચ આરોપીઓના અવસાન થઈ ગયા છે. જયારે બીજા આરોપીઓ જામીન મુકત છે. આમ કાલોલના દેલોલ ગામના રાયોટિંગ કેસમાં આરોપીઓ નિર્દોષ જાહેર કરતા આરોપીઓના પરિવારોમાં ખુશી જોવા મળી હતી.