કાલોલ સરકારી સસ્તા અનાજ દુકાનના સંચાલકે ગરીબોના હકકનુ અનાજ બારોબાર સગેવગે કર્યુ

  • કાલોલ પુરવઠા અધિકારી તપાસ માટે જઈ ખાલી હાથે પરત ફર્યા
  • કેન્દ્ર સરકાર ગરીબોના મફત અનાજનો જથ્થો પુરો પાડવા બાબતો હોવાની વાતો વચ્ચે અનાજનો જથ્થો બારોબાર વેચી દેતા સંચાલકો

કાલોલ,

કાલોલમાં સરકારી સસ્તા અનાજની દુકાનના દુકાનદાર ગરીબો માટે આવતા અનાજને સગેવગે કરી રહ્યા છે તેવી માહિતીના આધારે કાલોલ પુરવઠા અધિકારી તપાસ માટે ગયા હતા અને ખાલી હાથે પાછા ફર્યા હતા.

કાલોલ તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબો માટે પુરા પાડવામાં આવતા અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરાતો હોવાનુ સામાન્ય બાબત બની ગઈ છે એક તરફ સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરે છે અને મફત અનાજનો જથ્થો ગરીબો સુધી પહોંચતો હોવાનુ મોટી વાતો કરાતી હોય છે ત્યારે કાલોલ નગરમાં આવેલ સરકારી સસ્તા અનાજના દુકાનના સંચાલક 407 ટેમ્પામાં અનાજનો જથ્થો ભરીને સગેવગે કરી એક વેપારીએ અનાજનો જથ્થો વેચાણ કરી માલ પહોંચતો કરવાના મુદ્દે મામલો બિચકયો હતો.કાલોલ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો વેચાણ કરાઈ રહ્યો છે. તેવી બાબત કાલોલ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. જેને લઈ કાલોલ પુરવઠા વિભાગના અધિકારી તપાસ અર્થે સ્થળ ઉપર ગયા હતા ત્યારે પુરવઠા અધિકારી સસ્તા અનાજની દુકાન ઉપર તપાસ કરવા જતા વેપારી દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. તેમજ સરકારી અનાજનો જથ્થો ભરેલ ટેમ્પો 407 પણ સગેવગે કર્યો હતો. જેને લઈ કાલોલ પુરવઠા વિભાગના અધિકારીઓ પરત ફર્યા હતા. પરંતુ જો પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સરકારી અનાજ સગેવગે કરવાના કિસ્સામાં તપાસ કરતા ઈચ્છતા હોત તો વેપારીને બોલાવી દુકાન ખોલાવી તપાસ કરવી જરૂરી હતી. તેથી વધુ આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરી તપાસ કરવાની તસ્દી લેવી હતી. એક તરફ કેન્દ્ર સરકાર ગરીબોને મફત અનાજ આપવા માટે કટીબદ્ધ છે. ત્યારે કાલોલમાં સસ્તા અનાજના દુકાનના સંચાલકનો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આ સસ્તા અનાજની દુકાનનો સંચાલક મામલતદાર કચેરીના છુપા આશિર્વાદને લઈને ગરીબોના હકક માંગી રહ્યો છે. જોવુ રહ્યુ કે કાલોલ મામલતદાર અને પુરવઠા વિભાગ તપાસ કરીને કોઈ કાર્યવાહી કરશે ખરી?