દાહોદ,
દાહોદ શહેરની ઝાયડસ હોસ્પીટલના રેડિઓલોજી વિભાગમાં સ્તનની ગાંઠોના સચોટ નિદાન અને પરીક્ષણ, સ્ક્રીનીંગ માટે ખુબ ઉપયોગી મેમોગ્રાફી મશીનની ખોટ વર્તાતી હતી. સ્તન કેન્સરના વહેલા નિદાન અને સમયસર સારવાર માટે આ યંત્ર અનિવાર્ય છે. ત્યારે સોમવારથી સુવિધા મહિલાઓ માટે ઉપલ્બધ કરાવવામાં આવી હતી. સુવિધાના પ્રારંભ ટાણે ઝાયડસના સીઈઓ ર્ડા.સંજયકુમાર, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, રેડિયોલોજીસ્ટ ર્ડા.શિવાન ચોૈધરી અને પેથોલોજીસ્ટ એચઓડી ર્ડા.ઈકબાલસિંગ ઉપસ્થિત રહ્યા હતા. સ્તન કેન્સર સ્તનની સાઈઝ-આકારમાં ફેરફાર, સ્તનની ચામડીમાં ફોલ્લીઓ થવી, સ્તનની આસપાસ દુખાવો કે સોજો આવવો, બગલમાં સતત પીડા થવી, ડીંટડી, નીપલમાંથી બ્લીંડીંગ સ્તન કેન્સરના લક્ષ્ણો હોય છે. 40 વર્ષથી વધુ હો, કુટુંબમાં કોઈને સ્તન કેન્સર થયેલ હોય, મોટી ઉંમરે પહેલી સગર્ભાવસ્થા થયેલી હોય, વધુ પડતુ વજન અને બેઠાડુ જીવન હોય તો આ બીમારી હોઈ શકે છે.
મોટાભાગના લોકો ડોક્ટર પાસે ત્યારે જાય છે જ્યારે કેન્સર અતિમ સ્ટેજમાં હોય છે. તે સ્થિતિમાં તબીબો પણ કંઈ કરી શકતા નથી ત્યારે આ સમસ્યા હશે તે મહિલાની બીમારી તાત્કાલીક અસરથી પકડમાં આવી જશે.