ફતેપુરાના સલરા ગામે જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે ઝડપ્યા

દાહોદ,

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામે ખેતરમાં જાહેરમાં જુગાર રમતાં 09 જુગારીઓ પૈકી 03 જુગારીઓને પોલીસે ઝડપી પાડી 2.13 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.

ફતેપુરા સલરા ગામે ખેતરની બાજુમાં રમતા જુગાર પર પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા 03 જુગારી પૈકી 03ને ઝડપી પાડી રૂપિયા 2.13 લાખના મુદ્દામાલ પકડી કબજે લીધેલ તેમજ છ જેટલા જુગારીઓ પોલીસને ચકમો આપી ભાગી છુટ્યા ગામજી માલા નિનામાના ખેતરની બાજુમાં આવેલ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા ફતેપુરા મારતા રાજપાલ સિધ્ધરાજ માનસિંગ કાંતિ સુખા પારગી ચીમન ગણેશ અતુલ અર્જુન ડામોર પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે હિતેશ રમેશ રાવળ, હિતેશ ડામોર તથા નિલેશ લુંજા ચંદાણા પોલિસને હાથે ઝડપાઈ ગયા હતા નાસી છુટનાર છ આરોપીઓને જુગારનો ગુનો નોંધીને ધરપડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.