દાહોદ,
ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા કંબોઈ મુકામે ખેડૂત ગ્રાહક જાગૃતિ શિબિર યોજવામાં આવી. આજરોજ દાહોદ તાલુકાના કંબોઈ ગામે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ તરફથી યોજવામાં આવેલ ખેડૂત ગ્રાહક શિબિરમાં ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી કમલેશભાઈ સુથાર, જીતેન્દ્રભાઈ પંચાલ, જેકોટ માધ્યમિક શાળાના શિક્ષક જશુભાઈની ઉપસ્થિતિમાં કંબોઈ ગામના ખેડૂત ભાઈઓએ હાજરી આપી હતી. જેમાં ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી ખેડૂતોએ ખરીદી વખતે એગમાર્ક વાળી વસ્તુઓ ખરીદવી તેમજ ઈલેક્ટ્રીક સામાન આઈ.એસ.આઈ. માર્કાની વસ્તુઓ ખરીદવા માટે સમજાવવામાં આવ્યા હતા. તથા ખેતીવાડીની વસ્તુઓ ખરીદવા સમયે બિલ લેવાનો આગ્રહ રાખવા માટે જાણકારી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી શિબિર સફળ બનાવી હતી.