ગોધરા,
ગોધરા શહેરના માર્કેટિંગયાર્ડ વિસ્તારની પાછળ આવેલી વિવિધ સોસાયટીઓનાં જાહેર માર્ગ ઉપર કેટલાક રહીશો દ્વારા ઘર વપરાશનું ગંદુ પાણી કાઢવામાં આવતા ત્યાં રહેનારા અને ત્યાંથી પસાર થનારા રહીશો ને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.આ મામલે સોસાયટીઓનાં રહીશો દ્વારા ગોધરા નગરપાલિકા પ્રમુખ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ગોધરા શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તાર ની પાછળ આવેલી વિવિધ સોસાયટીઓ જેવી કે વિવેકાનંદ સોસાયટી, શકિતનગર સોસાયટી, ગોકુલધામ સોસાયટી, ઉતમનગર, ગીતા સોસાયટી આવેલી છે. જેમાં કેટલાક રહીશો દ્વારા પોતાના ઘરવપરાશનું ગંદુ પાણી કાઢવામાં આવે છે. જેના પરિણામે અંદાજિત અડધો કી.મી. સુધી આ પાણી વહેતા અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે. જેના પરિણામે અહી રહેનારા અને અહીંથી પસાર થતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગંદુ પાણી વહેતા માખી, મચ્છર નો ઉપદ્રવ વધી રહ્યો છે. જેને કારણે આરોગ્ય લક્ષી પણ રહીશોને નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યા માંથી સ્થાનિક રહીશો પસાર થઈ રહ્યા છે. આ વિસ્તારની સોસાટીઓમાં રહેતા રહીશોને ત્યાં કોઈ પણ સારો કે નરસો પ્રસંગ હોય ત્યારે પણ આ રીતે જ ગંદુ પાણી વહેતું હોય છે જેને પરિણામે સમસ્યા ઠેરની ઠેર છે. ત્યારે આ સમસ્યાનાં નિરાકરણ માટે સોસાયટીઓનાં સ્થાનિક રહીશો દ્વારા ગોધરા નગર પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તો સાથે સાથે વોર્ડ સદસ્યો પણ આ મામલે યોગ્ય અને કાયમી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.