ગોધરા,
ગોધરા શહેરમાં આવેલ સીટી બેન્ક નજીક બે ઈસમોએ ’મારી ચાઇનીઝ દોરી કેમ પકડાવી દીધી હતી, તેમ જણાવી એક ઈસમ પર હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના બહારપૂરા મામા ફડકે નગરમાં રહેતા કાવ્ય પ્રવીણભાઈ ગત 21 તારીખે સાંજના સમય મોપેડ વાહન લઇને બજારમાં કામકાજ અર્થે ગયો હતો, તે વેળાએ ગોધરા શહેરમાં આવેલ સિટી બેન્ક પાસે બે ઈસમો બાઈક લઈને આવ્યા હતા અને કાવ્યનું મોપેડ વાહન રોકાવિને જણાવ્યું હતું કે ઉતરાયણના તહેવારમાં અમારી ચાઇનીઝ દોરી કેમ પકડાવી દીધી હતી, બીજી તરફ કાવ્યએ જણાવ્યું હતુ કે મે તમારી કોઈ દોરી નથી પકડાવી ત્યારે બંને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, બે પૈકીના એક ઈસમે બેલ્ટ કાઢીને કાવ્યને માર્યો હતો, બાદમાં અન્ય વ્યક્તિઓ આવી જતા બંને ઈસમો બાઈક લઈને ફરાર થઇ ગયા હતાં અને ધમકી આપતા જણાવ્યું હતુ કે હવે પછી મઢુલી તરફ જોવા મળીશ તો જાનથી મારી નાખીશું, બીજી તરફ હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપનારા મયુર પ્રવીણ શાક્ય અને અન્ય એક ઈસમ સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.