ગોધરા શહેરમાં પીરાને પીર છીલ્લા દરગાહના ટ્રસ્ટીઓની જમીનને લઈને વિવાદ થયો હતો. તેમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રસ્ટની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તે બાબતે ટ્રસ્ટ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા યોગ્ય જવાબ ન આપતાં આખરે પીરાને પીર છીલ્લા દરગાહના ટ્રસ્ટી ગોધરા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેકટરને રજૂઆત કરી હતી.
પીરાને પીર મદાર છીલ્લા સૈયદવાડા પાસે આવેલી છે. જેમાં નગરપાલિકા દરગાહ ટ્રસ્ટી અને નગરપાલિકા વચ્ચે છેલ્લા કેટલા વર્ષોથી ટ્રસ્ટની જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જે વિવાદ વક્ત બોર્ડ, વક્ ટ્રિબ્યુનલ, સિટી સર્વે ઓફિસ, કલેકટર ઓફિસ અને છેલ્લે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમાં હાઇકોર્ટમાં ત્રણ કેસ ચાલતા હતા જેમાં બે કેસ નગરપાલિકાએ ટ્રસ્ટ ઉપર કર્યા હતા અને એક કેસ સ્ટ્રુઅટ લાયબ્રેરીએ કર્યો હતો. જેની અંદર હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે, વકફ બોર્ડના અગાઉના ઓર્ડર રદ કરવામાં આવે છે અને વકફ બોર્ડને ફરીથી રિમાન્ડ કેસ સોંપવામાં આવે છે અને નગરપાલિકાને પણ હુકમ કરવામાં આવે છે કે બોર્ડના રિમાન્ડ કેસમાં નગરપાલિકાએ હાજર રહેવું.
આ હુકમ આપ્યા બાદ જ્યુડિશિયલ મેટર વકફ બોર્ડમાં પેન્ડિંગ હતી. તેમ છતાં પણ નગરપાલિકાએ પાછલા વર્ષે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે વિવાદિત જગ્યા ઉપર અને ટ્રસ્ટની જગ્યા ઉપર સંપનું બાંધકામ ચાલુ કરી દીધું હતું. આ અંગે વર્ક્સ બોર્ડમાં રજૂઆત કરી હતી, જેથી વર્ક્સ બોર્ડે કલેકટર પંચમહાલને પત્ર લખીને આ બાબતની જાણ કરી હતી અને જ્યાં સુધી દાવો પેન્ડિંગ છે અને પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપનુ બાંધકામ બંધ કરવા અને નવું બાંધકામ ન કરવા પત્ર લખ્યો હતો.
જેના સંદર્ભે કલેક્ટર પંચમહલે નગરપાલિકા ગોધરા પાસે ખુલાસો માંગ્યો હતો. તેમ છતાં પણ નગરપાલિકા અધિકારીઓ નિયમને નેવે મૂકીને કોઈપણ જાતનો ખુલાસો આપ્યો ન હતો. જેથી કલેકટરે ફરીથી છઠ્ઠા મહિનામાં ખુલાસો માંગ્યો, તેમ છતાં નગરપાલિકા ગોધરાએ ખુલાસો ના આપતા આજે ફરી એ જગ્યા ઉપર નવું બાંધકામ ચાલુ કરતાં ટ્રસ્ટીઓએ આ કામ અટકાયેલું છે. જેમાં નગરપાલિકાના પાણી પુરવઠાના ડેપ્યુટી એન્જિનિયરે હાથ ઊંચા કરી દીધા હતા અને કહ્યું હતું કે આ તો મારો વિષય નથી. આ તો ચીફ ઓફિસર સાહેબનો વિષય છે. જેથી ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા ગયા તો તેમને પણ હાથ અધ્ધર કરી દીધા અને કીધું કે જુનિયર ટાઉન પ્લાનરનો વિષય છે. જુનિયર ટાઉન પ્લાનર પાસે રજૂઆત કરતા તેઓએ હાઈકોર્ટના હુકમને કબુલવા તૈયાર નથી અને તેઓ ફક્ત અને ફક્ત એક જ રટણ ચલાવ્યા કરે છે કે આ ઓર્ડર સિટી સર્વેમાં રિમાન્ડ કેસ ચલાવવા માટે કર્યો છે.
જ્યારે વકફ બોર્ડને કરવામાં આવેલ નથી જેથી અમે વારવાર ચીફ ઓફિસર અને જુનિયર ટાઉન પ્લાનરને રજૂઆત કરી કે તમે હુકમ વાંચો અને મહેરબાની કરીને કાયદાનું ઉલંઘન ન કરો તેમ છતાં પણ કોઈપણ જાતનું સાંભળવા તૈયાર નથી અને હાઇકોર્ટ જેવી સર્વોચ્ચ અદાલતના હુકમને નેવે મૂકીને નગરપાલિકા પોતાની મનમાની કરી ગેર કાયદેસર બાંધકામ કરી રહી છે. ટ્રસ્ટની નગરપાલિકાને રજૂઆત છે કે કાયદાકીય મુજબ ચાલે આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરી ધર્માંતર જગ્યા ને હળપવાનું બંધ કરે.