અમદાવાદ,
અમદાવાદના ચાંદખેડામાં આવેલી એસએમએસ હોસ્પિટલની ૨૪ વર્ષની નર્સનો રવિવારે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તપાસમાં મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે હ્લજીન્ની મદદ લેવામાં આવી છે. મૃતક નર્સ ૧૨ જાન્યુઆરીથી ગુમ હતી. પરિવારની શોધખોળ બાદ પણ તેમની કોઇ જગ્યાથી ભાળ મળી ન હતી. જ્યારે રવિવારે એટલે કે, ૧૫મી જાન્યુઆરીનાં રોજ તેમનો ગળેફાંસો ખાધેલી હાલતમાં હોસ્પિટલના સાતમે માળેથી મૃતદેહ મળ્યો હતો. જે બાદ પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારે આક્ષેપ કર્યા છે કે યુવતીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.
આ ઘટનામાં પરિવારના આક્ષેપ અને પોલીસને હાથ લાગેલી સ્યૂસાઈડ નોટને આધારે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.. પોલીસના જણાવ્યા પ્રમાણે સ્યૂસાઈડ નોટમાં મૃતક યુવતીએ પોતાની મરજીથી આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મૃતક યુવતીને કોઈની સાથે પ્રેમસંબંધ હોવાનો પણ ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં મળ્યો છે.. જેમાં પ્રેમમાં દગો મળવાથી યુવતીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.