- ૩૭૦ હટવાનો ફાયદો શું થયો? આતંકવાદ રાજૌરી સુધી ફેલાયો.
શ્રીનગર,
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જમ્મુમાં કહ્યું કે, સરકારે હજી સુધી સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા આપ્યા નથી. કેન્દ્ર સર્જીકલ સ્ટ્રાઈક વિશે વાતો તો મોટી મોટી કરે છે કે, અમે આટલાને માર્યા… પણ પુરાવા કોઈ નથી. ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.
જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહ બોલ્યા, કેન્દ્રએ અત્યાર સુધી સંસદમાં ૨૦૧૬ની સર્જીકલ સ્ટ્રાઇક અને ૨૦૧૯માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા ૪૦ જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. ઝ્રઇઁહ્લના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપિલ કરી હતી કે આ જવાનોને એરલિટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?
કોંગ્રેસ નેતાએ કહ્યું કે કલમ ૩૭૦ નાબૂદ થવાથી કોને ફાયદો થયો? સરકાર એવું કહેતી હતી કે આનાથી આતંકવાદ ખતમ થઈ જશે, હિંદુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ જ્યારથી કલમ ૩૭૦ હટાવી દેવામાં આવી છે. આતંકવાદ વયો છે. રોજેરોજ કંઈક યા બીજી ઘટના બની રહી છે. પહેલાં આ આતંકવાદ ખીણ પુરતો સીમિત હતો, પરંતુ હવે તે રાજૌરી, ડોડા સુધી પહોંચી ગયો છે.
તેમણે કહ્યું કે સરકાર અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા માંગતી નથી. સરકાર અહીંનો નિર્ણય કરવા માંગતી નથી. તે આ સમસ્યાને કાયમ રાખવા માંગે છે, જેથી કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાતી રહે. શું તમે ક્યારેય કોઈ વડાપ્રધાનને કોઈ ફિલ્મનો પ્રચાર કરતા જોયા છે?
આ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય એ છે કે માત્ર નાના વેપારીઓ અને નાના અને મધ્યમ ઉદ્યોગો જ દેશને રોજગાર આપી શકે છે, દેશના ૨-૩ મોટા ઉદ્યોગપતિઓ નહીં, તેથી ભારતમાં બેરોજગારી વધી રહી છે. ભારતની તમામ સંપત્તિ ૨-૩ ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જઈ રહી છે.
તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિ મંડળ લેટનન્ટ ગવર્નરને મળવા ગયું ત્યારે એલજીએ તેમને કહ્યું કે ’તમારે ભીખ ન માંગવી જોઈએ’. હું લેફ્ટનન્ટ ગવર્નરને કહેવા માંગુ છું કે તેઓ ભીખ નથી માગતા, તેઓ તેમના અધિકારો માંગી રહ્યા છે. તમારે કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ.