મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી ભગતસિંહ કોશ્યારી આપશે રાજીનામું, પીએમ મોદીને લખ્યો પત્ર

મુંબઇ,

પોતાના નિવેદનોથી ઘણીવાર વિક્ષેપો પર નિશાન સાંધનાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના એક નિવેદનથી કડકડતી ઠંડીથીમાં ફરી રાજકારણ ગરમાયુ છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જણાવ્યુ કે, તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલની ખુરશી છોડવા માંગે છે. તેમણે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

રાજભવન તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા જણાવ્યું છે. તેઓ હવે તેનાથી કંટાળી ગયા છે. આ પહેલી ઘટના નથી જ્યારે કોશ્યારીએ રાજકીય હલચલ મચાવી હોય. આ પહેલા પણ તે શિવાજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. છત્રપતિ શિવાજી મામલાને લઈને વિપક્ષોએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ અને એકનાથ શિંદેને પણ બેકફૂટ પર આવવું પડ્યું હતું.