
નવીદિલ્હી,
વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપત રાયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અત્યાર સુધી અયોધ્યામાં રામલલાના દર્શન ન કરવા મુદ્દે પ્રશ્ર્ન કર્યા છે. તેમણે પૂછ્યુ, રાહુલ જણાવે કે તેમને ભગવાન રામના દર્શન કરવાથી કોણે રોક્યા છે જ્યારે ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ સહિત કેટલાય નેતા અત્યાર સુધીમાં દર્શન કરી ચૂક્યા છે.
ચંપત રાયે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ આગામી વર્ષે પૂરુ થઈ જશે. આ વર્ષે રામલલાની ભવ્ય મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે. વિહિપના બે દિવસીય બેઠકના સમાપનની જાણકારી આપતા તેમણે કહ્યુ કે બે દિવસ દરમિયાન સંગઠન વિસ્તારની કાર્યયોજના પર ચર્ચા થઈ.
ચંપત રાયે કહ્યુ કે વિહિપ કાર્યર્ક્તાની જવાબદારી છે કે તેમના વિસ્તારમાં ધર્માંતરણ ના થાય. ગૌવંશની હત્યા ના થાય. વિહિપ માટે હિંદુ સમાજ એક છે, જાતિઓ અને ગુરુ પરિવાર, રીતિ-રિવાજ અલગ હોઈ શકે છે પરંતુ તમામ હિંદુ એક છે. આજે જે રામનો વિરોધ કરી રહ્યા છે ભગવાન તેમને સદબુદ્ધિ આપે.