રાજસ્થાન બોલાવીને પત્નીના બોયફ્રેન્ડના ૨૦ ટૂકડા કર્યા

ગાઝિયાબાદ,

હાલ દેશમાંથી ઘણી જગ્યાથી હાલ હત્યા કરીને લાશના ટૂકડા કરીને ફેંકી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે આવી જ એક ઘટના ગાજિયાબાદ જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક પતિએ તેના પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતા તેની પત્નીના પ્રેમીની હત્યા કરી હતી. આ હત્યા કર્યા બાદ લાશના ૨૦ ટૂકડા કરીને ૪ થેલામાં ભરી નહેર કિનારે ફેંકી દીધા હતા. આ ઘટનામાં ગાજિયાબાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. રિક્ષાચાલક મિલાલે (૩૪) પોલીસ કસ્ટડીમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જો હત્યારાની વાત માનીએ તો તેને તેની પત્નીના બોયફ્રેન્ડની હત્યાનો કોઈ પસ્તાવો નથી.

આ ઘટના ગાઝિયાબાદ જિલ્લાના લોધી ચોકની છે. લોધી ચોકનીમાં રહેતા મિલાલે ૧૯-૨૦ જાન્યુઆરીની મધ્યરાત્રિએ તેની પત્ની પૂનમના પ્રેમી અક્ષય (૨૪) ની હત્યા કરી હતી. અક્ષય મૂળ રાજસ્થાનના કોટપુતલીનો રહેવાસી હતો. રિપોર્ટ્સ અનુસાર, અક્ષય એક વર્ષ પહેલા સુધી ઘોડામાં રહેતો હતો અને રિક્ષા ચલાવતો હતો.

આ દરમિયાન અક્ષય મિલાલના ઘરે આવવા લાગ્યો અને મિલાલની પત્ની પૂનમ વચ્ચે સંબંધો બંધાયો હતો. મિલાલે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા તેની ૭ વર્ષની પુત્રી રેખાને ઘરમાં દાજી ગઇ હતી. તેમની દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પૂનમને દરરોજ હોસ્પિટલ પર હાજરી આપવી પડતી હતી, જ્યારે મિલાલ પોતે રિક્ષા ચલાવવા નીકળી હતી. પૂનમને ચિંતા રહેતી હતી કે, ઘરમાં બે પુત્રી અને પુત્ર સાથે કોઈ રહેતું નથી.

ઘટનાની માહિતી આપતા મિલાલ જણાવે છે કે, તેની ચિંતા જોઈને તેણે કાવતરું ઘડ્યું અને તેની પત્નીને થોડા દિવસો માટે રાજસ્થાનથી અક્ષયને બોલાવવાનું જણાવ્યું હતું. પત્ની તેની વાતમાં આવી અને અક્ષયને ફોન પર બોલાવ્યો હતો. અક્ષય ૧૯ જાન્યુઆરીએ ગાઝિયાબાદ પહોંચ્યો હતો. છઙ્ઘજ હ્વઅ પોલીસ પૂછપરછ દરમિયાન મિલાલે જણાવ્યું કે, તેણે ષડયંત્ર હેઠળ તમામ તૈયારીઓ કરી હતી અને પૂનમને તેની પુત્રી સાથે હોસ્પિટલ જવા કહ્યું હતું. પૂનમના ગયા બાદ મિલાલ અક્ષયના રૂમમાં પહોંચી ગયો અને તેના ગળા પર પુરી તાકાતથી હુમલો કર્યો હતો.

મિલાલે પોલીસને જણાવ્યું કે, તેણે એક જ ફટકામાં અક્ષયનું માથું કાપી નાખ્યું. આ પછી તેણે મૃતદેહના ૨૦ થી વધુ ટુકડા કરી નાખ્યા. હાથ, પગ, ગરદન અલગ થઈ ગયા હતા. ધડ પણ અનેક ટુકડાઓમાં કાપવામાં આવ્યું હતું. જે બાદ તેણે બાળકોને આ વાતની જાણ ન થવા દીધી અને સવારે જ્યારે બાળકો જાગ્યા તો તેઓએ જણાવ્યું હતું કે, કાકા રાત્રે જ ઘરે પાછા ગયા હતા, તેમને કોઈ અગત્યનું કામ હતું.