આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આઇપીએલ પછી ક્રિકેટરો માટે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરશે

મુંબઇ,

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઇને વધુ એક સમાચાર આવ્યા છે. રિપોર્ટની માનીએ તો ક્રિકેટરો માટે ગ્રેન્ડ પાર્ટીનું આયોજન આઇપીએલ મેચ પછી કરવામાં આવશે. જોકે આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

હાલ ક્રિકેટરો ભારત વર્સીસ ન્યુઝીલેન્ડની મેચ રમવામાં વ્યસ્ત છે. તેથી તેઓ કેએલ રાહુલના લગ્નમાં હાજરી આપી શકે એમ નથી. આથિયા અને રાહુલના એક કોમન મિત્રે જણાવ્યુ હતુ કે, આઇપીએલ પુરી થયા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટર્સ માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવશે. કહેવાય છે કે, ૨૧ જાન્યુઆરીથી લગ્નની વિધીઓની શરૂઆત કરવામા આવશે. અને વેડિંગ વેન્યુમાં પાપારાત્ઝી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આથિયા કેેએલ રાહુલ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટૂરમાં પણજતી હતી. બન્ને ઘણા સમયથી પોતાના લગ્નને લઇને ચર્ચામાં હતા. જોકે હજી પણ બન્નેમાંથી એક પોતાના લગ્ન વિશે મૌન જ રહ્યા છે.