ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણની પૂછપરછ બાદ રણવીર સિંહે કર્યું પહેલુ ટ્વીટ, PM મોદી સાથે જોડાયેલું છે કનેક્શન

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બૉલીવુડના ઘણા સ્ટાર્સની પૂછપરછ કરી. ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ અને તેમની મેનેજર કરિશ્મા પ્રકાશનું વ્હોટ્સએપ ચેટ સામે આવ્યું હતું. એનસીબીએ દીપિકાને સમન મોકલ્યું અને ઘણા સવાલો પૂછ્યા. હવે લાંબા સમય બાદ અભિનેતા રણવીર સિંહે એક ટ્વીટ કર્યું છે જે ચર્ચામાં છે.

રણવીર સિંહે ચાર મહિના બાદ આ ટ્વીટ કર્યું છે. તેનું અંતિમ ટ્વીટ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદનું હતું જેમાં તેણે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે એનસીબીએ દીપિકાની પૂછપરછ કરી હતી, તે સમયે રણવીરે સોશિલ મીડિયા પર ચુપ્પી સાધેલી હતી. હવે રણવીરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક કેમ્પેઈનને લઈ ટ્વીટ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાને લઈ તમામ લોકોને એકઝુટ થવાની અપીલ કરી છે. જ્યાર બાદ અન્ય વિસ્તારોની હસ્તિઓ સહિત બૉલીવુડ સ્ટાર્સે પીએમ મોદીના આ જાગરૂકતા કેમ્પેઈનને સમર્થન કર્યું. રણવીરે લખ્યું- ‘ચાલો કોરોના સામે લડવા માટે એકઝુટ થઈએ.’

જણાવી દઈએ કે એનસીબીને અત્યાર સુધીમાં કોઈ એવો પુરાવો નથી મળ્યો કે જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ કે કોઈ બીજા નિર્માતા નિર્દેશકના નશીલા પદાર્થોના કારોબારમાં લિપ્ત થવાની જાણકારી સામે આવી હોય. રિયા ચક્રવર્તીને પણ મંગળવારે બૉમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા. હવે દીપિકા પાદુકોણ પણ પરત ગોવા જઈને પોતાની ફિલ્મનું શૂટિંગ આગળ વધારવાની તૈયારી શરૂ કરૂ ચૂકી છે.