- ધાનપુર તાલુકા મથકે આવેલ રેફરલ હોસ્પિટલમાંથી એક અજાણી મહિલા ખોયામા સુતેલું એક માસનુ બાળક લઈ ફરાર.
- બનાવની જાણ પોલીસને કરતા જિલ્લાની તમામ પોલીસ ઘટના સ્થળે :પોલીસે બાળકની માતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી.
ધાનપુર,
ધાનપુર તાલુકાના સુરપુર ગામની 32 વર્ષીય મહિલા કુટુંબ નિયોજનનો ઓપરેશન કરાવવા આવતા એક માસના બાળક સહિત અન્ય બાર વર્ષના પુત્રને લઈને આવેલી બપોર નાં સમયે હોસ્પીટલના પાછળનાં ભાગે ખોયામાં મુકેલ બાળકને અજાણી મહીલા લઈ ફરાર પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સુરપુર ગામની રેખાબેન શૈલેષકુમાર તાહેડ રહે નિશાળ ફળિયાની જે આજરોજ તેના એક માસના પુત્ર સહિત અન્ય 12 વર્ષીય પુત્રને લઈ ધાનપુર તાલુકા મથકે આવેલ રેફરલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા માટે આવી હતી ત્યારે આ એક માસના બાળકને હોસ્પિટલના પાછળના ભાગે આવેલ ગેટ તેમજ હોસ્પિટલની બારીના ભાગે દોરડુ બાંધી ખોયું બનાવી તેમા એક માસના બાળકને સુવડાવી તેના બાર વર્ષે ભાઈને દેખરેખ માટે મૂકી આ રેખાબેન હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા માટે ગઈ હતી. તે વખતે બપોરના સમયે આ એક માસનું બાળક રડતું હોય ત્યારે એક અંદાજે 35 થી 40 વર્ષીય અજાણી અજાણી મહિલા આવી આ એક માસના રડતા બાળકને ધાવણ આપવાનું હોય તેમ કહી તે બાળકને લઈ જતી રહેલ તે પછી મોડા સુધી આ બાળકને લઈ પરત ના આવતા તેના બાર વર્ષના ભાઇએ આસપાસમાં તપાસ કરતાં તેમજ તેની માતા જેનું ઓપરેશન થયું હતું ત્યાં જઈને તપાસ કરતા આ એક માસનું બાળક મળી આવેલ નહીં જેને લઇ આ બાબતે હોસ્પિટલમાં હાજર લોકોને પૂછપરછ કરતા આ બાળક હોસ્પિટલમાંના હોવાનું અને તેનું અપરણ થયું હોય તેમ જણાય આવતા બાળકના અન્ય પરિવારજનોને આ બાબતે જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા ત્યારે આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી બનાવની ગંભીરતાને લઈ સ્થાનિક પોલીસે ઉચ્ચ સ્તરે આ બાબતની જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે આ અપહરણ થયેલા એક માસના બાળકની માતા રેખાબેન શૈલેષકુમાર તાહેડ ની ફરીયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.