મલેકપુર,
17 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનારને સંતરામપુર તાલુકાના હિરાપુર ગામ ના આરોપી વસંત ઉર્ફે વિષ્ણુ પુનાભાઈ ચૌહાણ ને પોકસો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા.
મહીસાગર લુણાવાડાના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતા ઈ.પી.કો. કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને સંતરામપુર તાલુકાના હિરાપુર ગામના આરોપી વસંત ઉર્ફે વિષ્ણુ પુનાભાઈ ચૌહાણને પોકસો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા ત્રણ લાખનું વળતર નો હુકમ.
સંતરામપુર તાલુકાના હિરાપુર ગામના આરોપી વસંત ઉર્ફે વિષ્ણુ પુનાભાઈ ચૌહાણ વિરૂદ્ધ સંતરામપર પોલીસ મથકે પોકસો એકટ તેમજ ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂધ્ધ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે પોકસો એકટ અને ઈ.પી.કો. કલમ હેઠળ આરોપી વસંત ઉર્ફે વિષ્ણુ પુનાભાઈ ચૌહાણને પોકસો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા ભોગ બનનાર ને ત્રણ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.