લુણાવાડા તાલુકાના કલ્પેશ રાયજીભાઈ માછીને પોકસો હેઠળ 20 વર્ષ કેદની સજા

મલેકપુર,

15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર લુણાવાડા તાલુકાના કુંડા ગામના આરોપી કલ્પેશ રાયજીભાઈ માછીને પોકસો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા.

મહીસાગર લુણાવાડાના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતા ઈ.પી.કો. કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને લુણાવાડા તાલુકાના કુંડા ગામના આરોપી કલ્પેશ રાયજીભાઈ માછીને પોકસો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ત્રણ લાખ રૂપિયા વળતરનો હુકમ.

લુણાવાડા તાલુકાના કુંડા ગામના આરોપી કલ્પેશ રાયજીભાઈ માછી વિરૂદ્ધ કોઠંબા પોલીસ મથકે પોકસો એકટ તેમજ ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂધ્ધ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે પોકસો એકટ અને ઈ.પી.કો. કલમ હેઠળ લુણાવાડા તાલુકાના કુંડા ગામના આરોપી કલ્પેશ રાયજીભાઈ માછી ને પોકસો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનારને ત્રણ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.