નીતીશકુમારને શિખંડી કહેનારા સુધાકર સિંહ પર રાજદ કાર્યવાહી કરશે,નોટીસ મોકલી જવાબ માંગ્યો

પટણા,

બિહારની સત્તામાં સાથી રાજદે મુખ્યમંત્રી નીતીશકુમારની વિરૂધ નિવેદનબાજી મામલામાં પાર્ટી નેતા અને બિહારના પૂર્વ કૃષિ મંત્રી સુધાકર સિંહ પર પગલા ઉઠાવ્યા છે.રાજદના મુખ્ય મહાસચિવ અબ્દુલ બારી સિદ્દીકીએ તેમને કારણ બતાવો નોટીસ મોકલી છે.પાર્ટીએ સુધાકર સિંહને ૧૫ દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે અને જવાબ નહીં આપવામાં આવે તો કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે જણાવાયું છે.નોટીસમાં સુધાકર સિંહ તરફથી ગઠબંધન ધર્મની મર્યાદાનું ભંગ કરવાની વાત કહેવામાં આવી છે.

એ યાદ રહે કે તાજેતરમાં સુધાકર સિંહે મુખ્યમંત્રી નીતીશકુમારની સરખામણી મહાભારતના પાત્ર શિખંડીથી કરી દીધી હતી ત્યારબાદ જેડીયુએ સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.સુધાકર સિંહે રાજધાની પટણામાં સવાલ પુછવામાં આવ્યો હતો કે રાજનીતિમાં નીતીશને કેવી રીતે યાદ કરવામાં આવશે તેના પર તેમણે કહ્યું હતું કે કર્પૂરી ઠાકુર,લાલુ પ્રસાદ અને શ્રી કૃષ્ણ બાબુ જેવા તો કયારેય યાદ કરવામાં આવશે નહીં તેમણે કહ્યું કે તે વધુમાં વધુ શિખંડીના રૂપમાં યાદ કરવામાં આવશે.

પૂર્વ કૃષિ મંત્રી અને રાજદના ધારાસભ્ય સુધાકર સિંહે ખગડિયામાં નીતીશકુમાર પર પ્રહારો કર્યા હતાં તેમણે કહ્યું હતું કે નીતીશકુમાર કિસાનોને લઇ ફકત ખોટી બોલી રહ્યાં છે આવી સરકારને ઠીક કરવાની જરૂરત છે.જો બિહારના કિસાન સાથ આપે તો બિહાર સરકારને ટેકુઆની જેમ સીધા કરી દેશે.

સુધાકર સિંહે કહ્યું હતું કે બિહાર જેવી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ કયાંય નથી અહીં દરેક ઘરમાં શરાબની હોમ ડિલેવરી થઇ શકે છે પરંતુ ખાતર અને બિયારણની હોમ ડિલેવરી થઇ શકતી નથી બિહારના કિસાન ખાતર અને વિયારણ માટે મરી રહ્યાં છે અને સરકારના વડા પોતાના ગુણગાન કરવામાં લાગ્યા છે.