રાજકોટ,
રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ મથકે મંગેતરે સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધા બાદ બાળકીએ જન્મ આપેલ મૃત બાળકને બારોબાર દફનાવી દેવાના મામલે રાજકોટના શખ્સ સામે ગુનો દાખલ થયો છે. અગાઉ આ સગીરા ઉપર તેના સગા બનેવીએ દુષ્કર્મ આચર્યુ હતું. જે કેસ ચાલતા કોર્ટમાં જ હાલનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.સગીર વયની બાળા ઉપર અત્યાચારની પરાકાષ્ઠા રૂપની આ ઘટનાની હકીક્ત જોઇએ તો ભોગ બનનારનો પરિવાર મૂળ બિહારનો છે. તેમના પિતા ભિક્ષાવૃતિ કરે છે અને તેને સંતાનમાં ૭ દિકરીઓ છે.ભોગ બનનારની મોટી બહેનના લગ્ન ઉપલેટાના ઇકબાલ નામના શખ્સ સાથે થયા હતા. જે પછી ભોગ બનનાર પણ મોટી બહેન સાથે રહેતી હતી. દરમિયાન તે ૧૫ વર્ષની હતી. બનેવી ઇકબાલ સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી હવસ સંતોષતો હતો. તે દરમિયાન બાળાનું ત્રણ વખત બારોબાર ગર્ભપાત કરી નાખવામાં આવ્યું હતું. આ દરમિયાન જ વર્ષ ૨૦૧૯ આસપાસ સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જેથી સમગ્ર મામલો બહાર આવતા ઇકબાલ સામે ગુનો નોંધાયો હતો અને ઉપલેટા કોર્ટમાં કેસ ચાલતો હતો.
આ કેસ થયા પછી બાળકીના પુનર્વસન કે તેના ભણતર જેવી કોઇ બાબત પર ચાઇલ્ડ વેલફેર કમીટીએ યાન આપ્યું નહીં હોય જેથી બાળકીની સગાઇ રાજકોટમાં રહેતા ઇમરાન નામના શખ્સ સાથે કરાઇ હતી. જે દરમિયાન જ બાળકી ઇમરાન સાથે રહેવા રાજકોટ આવી ગઇ હતી. કુમળી વયની બાળાનો દેહ ઇમરાને પણ પીંખ્યો. ઇમરાને પોતાની હવસ સંતોષવા બાળા ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યુ તે દરમિયાન બાળકી ફરી વર્ષ ૨૦૨૦માં ગર્ભવતી બની.ઇમરાને ખોટી ઉંમર લખાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સગીરાને દાખલ કરી હતી. જયાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકનું જન્મતાની સાથે જ મૃત્યુ થયું હતું, જેથી ઇમરાન અને સગીરાના પરિવારે ઉપલેટાના કબ્રસ્તાનમાં મૃત શીશુની દફનવિધિ કરી નાખી હતી. આ મામલો બારોબાર જ કોઇને જાણ વગર આટોપાઇ ગયો હતો.પરંતુ કોર્ટમાં ઇકબાલ સામે કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ મામલો પણ ખુલ્યો અને ધોરાજી પોક્સો કોર્ટે ઇમરાન સામે પણ ગુનો નોંધવા હુકમ કરતા જેતપુર વિભાગના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પીઆઇ કે.કે.જાડેજા અને તેમના સ્ટાફે આઇપીસી કલમ ૩૭૬, ૩૬૩, ૩૬૬ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ઇમરાનની ધરપકડ કરવા તજવીજ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાતક પારેખ રોકાયેલા છે.
સગીરાના પરિવાર ભિક્ષાવૃતિ કરવા બિહારથી ઉપલેટા આવેલો સગીરાના પિતાને ૭ દિકરીઓ છે. જયારે બનેવી ઇકબાલે પ્રોત પ્રકાશ્યુ હતું તે સમયે બાળાને ગર્ભવતી કર્યા બાદ બાળકને જન્મ આપ્યો હતો પણ સગીરાના પરિવારે પોલીસને જાણ કરી નહોતી. પણ સુલતાનાબેન નામના સામાજિક કાર્યર્ક્તાના યાને આ વાત આવતા તેમણે સમગ્ર બનાવની હકીક્ત જાણી હતી અને પોલીસની મદદથી પ્રથમ ગુનો દાખલ થયો હતો.
સગીરાના બનેવી ઇકબાલ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો કોર્ટમાં ચાલી રહ્યો છે. તેથી ઇકબાલે પોતાનો બચાવ કરવા વર્ષ ર૦ર૦ની હાલ નોંધાયેલ ગુનાની વિગત કોર્ટમાં આપી હતી. જેથી કોર્ટે ઇક્ધવાયરી બેસાડતા મૃત બાળકને દફનાવવામાં આવ્યું હતું અને ઇમરાન બાળાને રાકોટ લઇ ગયો હતો વગેરે હકીક્ત બહાર આવી હતી જેથી કોર્ટે ગુનો નોંધવા હુકમ કર્યો હતો.