ભારતથી ઓસ્ટ્રેલિયાઇ દિગ્ગજ ડરી ગયો,ટેસ્ટ સીરીજ પહેલા નિવેદનબાજી શરૂ કરી

મુંબઇ,

ઓસ્ટ્રેલિયાને આગામી ચાર મેચની ટેસ્ટ સીરીજ માટે ભારતનો પ્રવાસ કરવાની છે.ઓસ્ટ્રેલિયા હાલ વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે અને ભારત બીજા સ્થાન પર છે.સારી અને મજબુત પોજીશન છતાં આ સીરીજની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટમાં ભારત પ્રવાસ પહેલા ભયનું વાતાવરણ છે.બોર્ડર ગાવસ્કર સીરીજ હેઠળ પહેલી ટેસ્ટ મેચ નવ ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં રમાશે.આ મુકાબલો શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયાઇ દિગ્ગજની નિવેદનબાજી શરૂ કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટસમેન ઇયાન હીલીએ ભારતની વિરૂધ ટેસ્ટ સીરીજની શરૂઆત પહેલા કંગારૂ ટીમના કોઇ અભ્યાસ મેચ ન હોવાની વાતને લઇ ચિંતા વ્યકત કરી છે.હકીકતમાં ભારતનો પ્રવાસ કરનારી ટીમના સભ્ય ઉસ્માન ખ્વાજાએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં મળનારી સ્પિન વિકેટો પર ઓસ્ટ્રેલિયાઇ ટીમને કોઇ મુશ્કેલી નડશે નહીં.

ખ્વાજાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાઇ મીડિયામાં કહ્યું હતું કે જયારે અમે રમીશું તો ત્યાંની વિકેટ સ્પિન કરી શકે છે પરંતુ ત્યાંની વિકેટ ગાબાની ડેમ ઘાસથી ભરેલી હોઇ શકે છે તો અભ્યાસ મેચોનો કોઇ અર્થ નથી મને લાગે છે કે અમે અંતે શિખી લીધુ છે.જયારે મેં સાંભળ્યું છે કે અમારી અભ્યાસ મેચ નથી તો હું મુખ્ય કોચ એડ્રયુ મૈકડોનલ્સની પાસે ગયો અને કહ્યું કે સારો વિચાર છે.

જો કે હીલી તેમની વાતથી સહમત નથી અને કહ્યું કે હાલ ટોપ ફોર્મમાં ચાલનાર ખ્વાજા જેવા ખેલાડીઓને ભલે જ ભારતીય પિચોથી તાલેમેલ બેસાડવાની જરૂરત ન હોય પરંતુ ટીમમાં એવા અનેક ખેલાડી હશે જેમને ઉપ મહાદ્રીપની વિકેટોનો અભ્યાસ કરવો જરૂરી છે.હીલીએ કહ્યું કે આ વાત ફોર્મમાં ચાલી રહેલ બેટસમેન (ખ્વાજા) કરી રહ્યાં છે. અભ્યાસ મેચ ભલે જ ફોર્મમાં ચાલી રહેલ ખેલાડીઓ માટે જરૂરી ન હોય પરંતુ કેટલાક ખેલાડીઓ માટે આ જરૂરી છે.

એ યાદ રહે કે ઓસ્ટ્રેલિયાઇ ટીમ લગભગ છ વર્ષ બાદ ટેસ્ટ સીરીજ માટે ભારત પ્રવાસ પર આવી રહી છે ૨૦૧૭માં ભારત પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાએ દુબઇમાં આઇસીસી એકેડમીમાં ખાસ રીતે તૈયાર પિચો પર દસ દિવસ સુધી ભારત ટેસ્ટ પ્રવાસની તૈયારી કરી હતી ત્યારબાદ પુણે ટેસ્ટ રમતા પહેલા તેણે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં હાર્દિક પંડયાની સુકાની વાળી ભારત એની વિરૂધ ત્રણ દિવસીય અભ્યાસ મેચ પણ રમી હતી આ તમામ જતન છતાં ઓસ્ટ્રેલિયાને વિરાટ કોહલીની સુકાની વાળી ભારતીય ટીમથી પરાજય મળ્યો હતો ભારતે ઓસ્ટ્રેલિયાને પોતાની જમીન પર રમાયેલી ગત ટેસ્ટ સીરીજમાં ૨-૧થી પરાજીત કરી હતી.