મુંબઇ,
બોલીવુડના હી મેન નામથી જાણીતા ધર્મેન્દ્રે બે લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતાં ત્યારે તેઓ માત્ર ૧૯ વર્ષના હતાં.આ લગ્નથી ધર્મેન્દ્રના ચાર બાળકો થયા જેમાં સની દેઓલ,બોબી દેઓલ,વિજેતા અને અજીતા દેઓલ.ધર્મેન્દ્રે વર્ષ ૧૯૮૦માં બીજા લગ્ન બોલીવુડ અભિનેત્રી હેમા માલિનીથી કર્યા હતાં આ લગ્નથી બે પુત્રીઓ થઇ ઇશા દેઓલ અને અહાના દેઓલ.
ધર્મેન્દ્રની બંન્ને પત્નિઓ અલગ અલગ ધરોમાં પોતાના બાળકોની સાથે રહે છે .અભિનેત્રી હેમા માલિનીની બાયોગ્રાફી હેમા માલિની બિયોન્ડ ધ ડ્રીમ ગર્લમાં આ વાતનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે તેમના પરિવારના કોઇ પણ સભ્યને ધર્મેન્દ્રની પહેલી પત્નીના ઘરે જવાની મંજુરી ન હતી પરંતુ એકવાર એવું થયું હતું જયારે ઇશા દેઓલે ફકત સની દેઓલને ફોન કર્યો એટલું જ નહીં ધર્મેન્દ્રના ધરે પણ પહોંચી હતી.
હકીકતમાં એવું થયું હતું કે વર્ષ ૨૦૧૫માં ધર્મેન્દ્રના ભાઇ અજીતની તબીયત ખુબ ખરાબ હતી તે ઇશા અને અહાનાથી ખુબ નજીક હતો આવામાં તેની સ્થિતિની બાબતમાં ઇશાને માહિતી મળી તો તેનાથી રહી શકયું નહીં અને તેણે પોતાના સાવકા ભાઇ સની દેઓલને ફોન કર્યો અને તેમને કહ્યું કે તે અજીત દેઓલને મળવા ઇચ્છે છે.કહેવાય છે કે સની દેઓલે ખુદ ઇશાને પોતાના ધરે લઇ આવ્યો અને અજીતની મુલાકાત ઇશાથી કરાવી હતી.આ પહેલો પ્રસંગ હતો જયારે ઇશા દેઓલ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરથી મળ્યા.પ્રકાશ કૌરે ઇશાને આશીર્વાદ આપ્યા હતાં.
એક મુલાકાતમાં હેમા માલિનીએ એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે ધર્મેન્દ્ર ખુબ રૂઢિવાદી વિચારોના છે અને તે અહાના અને ઇશાને ડાંસ પણ શિખડાવવા પણ ઇચ્છતા ન હતાં ધર્મેન્દ્ર હેમાથી કહેતા હતાં કે તેમની પુુત્રીઓ ફિલ્મી દુનિયામાં જાય જાય નહીં પરંતુ હેમા માની નહીં અને તેમણે પોતાની પુત્રીઓને ડાંસ પણ શિખડાવ્યો અને ઇશાએ તો ફિલ્મોમાં પણ કામ કર્યું છે.